________________
૧૫૨
વંદનીય હૃદયસ્પર્શ આવવાનો એમને સુંદર અવસર સાંપડ્યો હતો. આ
શાળાનો અભ્યાસ છોડ્યા પછી ૧૯૪૭માં ભારતને આઝાદી મળી ત્યાં સુધી જયમલ્લભાઈએ કાઠિયાવાડમાં થયેલાં નવેક જેટલાં સત્યાગ્રહઆંદોલનમાં સક્રિય ભાગ લીધેલો. ધરપકડ થતાં કેટલોક સમય એમણે જેલમાં વિતાવેલો. વળી તેઓ શિક્ષણ સંસ્કારની પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેતા, કારણ કે તેમની જ્ઞાનભૂખ ઘણી મોટી હતી. ૧૯૩૫માં એટલા માટે તેઓ કાશી વિદ્યાપીઠ(બનારસ યુનિવર્સિટી)માં આચાર્ય નરેન્દ્ર દેવ સાથે રહેલા. ત્યાંથી પાછા ફર્યા પછી તેઓ ભાવનગરમાં દક્ષિણામૂર્તિમાં નાનાભાઈ ભટ્ટ, ગિજુભાઈ બધેકા, હરભાઈ ત્રિવેદી સાથે કેટલોક સમય રહેલા. ત્યારપછી ૧૯૩૭માં તેમણે શ્રી મનુભાઈ પંચોલી – ‘દર્શક’ સાથે સમગ્ર ભારતનો શૈક્ષણિક-સાંસ્કૃતિક પ્રવાસ સતત સાત માસ સુધી કર્યો હતો. આ બધા અનુભવોથી જયમલ્લભાઈનું જીવનઘડતર સારી રીતે થયું હતું.
“ફૂલછાબ' સાપ્તાહિકના ત્યારે ઝવેરચંદ મેઘાણી તંત્રી હતા. તેમના હાથ નીચે યુવાન જયમલ્લભાઈએ, નિરંજન વર્માની સાથે “ફૂલછાબ'ના સહતંત્રી તરીકેની જવાબદારી સ્વીકારી હતી. જયમલ્લભાઈની ઉંમર ત્યારે ૨૯ વર્ષની હતી. નિરંજન વર્માની ઉમર ફક્ત બાવીસ વર્ષની હતી. “ફૂલછાબ'માં તેઓ સંયુક્ત નામથી લખતા. પોતાના જે ગ્રંથો પ્રગટ થતા તે પણ સંયુક્ત નામથી જ પ્રગટ કરતા. ૧૯૩૯થી ૧૯૪૨ સુધીનાં વર્ષો દરમિયાન આ બે યુવાન લેખકોએ ઘણું લેખનકાર્ય કર્યું. એ જમાનામાં સાહિત્યના ક્ષેત્રમાં તેઓ છવાઈ ગયા હતા. અનેક યુવાનો સ્વાતંત્ર્યની ભાવનાથી રંગાયેલાં તેમનાં પ્રેરક, ઉબોધક સાહિત્યને વાંચવાનું ચૂકતા ન હતા.
નિરંજન વર્મા અને જયમલ્લ પરમારે આઝાદીની લડત દરમિયાન ખંડિત કલેવરો' નામની લખેલી હળવી, રસિક નવલકથાએ કેટલોક ઊહાપોહ મચાવ્યો હતો, કારણ કે એ નવલકથામાં એમણે દોરેલાં કેટલાંક શબ્દચિત્રો આઝાદીની લડતમાં ભાગ લેનાર વ્યક્તિઓ ઉપરથી દોર્યા હતાં. એમાં હળવી શૈલીએ લખાયેલાં શબ્દચિત્રો વ્યંગ અને કટાક્ષથી ભરપૂર હતાં. જો એ શબ્દચિત્રમાંથી કોઈક વ્યક્તિની જાણ થાય તો તેમાં વધુ રસ પડે એવાં એ શબ્દચિત્રો હતાં. આ બંને લેખકો પાસે ગંભીર લેખનની સાથે સાથે હળવી હાસ્યરસિક શૈલી પણ હતી એની આ નવલકથા ઉપરથી પ્રતીતિ થઈ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org