SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા : જીવન અને લેખન ૩૪૭ લીધો કે પ્રતિમાને તાપી નદીમાં પધરાવી દેવી. તેઓ પ્રતિમા લઈને નદીએ ગયા. નદીના સહેજ ઊંડા પાણીમાં જઈને પ્રતિમા જાતે પધરાવવી જોઈએ એટલે કિનારે એક જોડ કપડાં મૂકી તેઓ નદીમાં ઊતર્યા. કમર સુધીના પાણીમાં જઈને તેમણે પ્રાર્થના કરીને પ્રતિમા પધરાવી. ત્યાર પછી તેઓ પાછા ફરતા હતા ત્યારે લાગ્યું કે પોતાના ધોતિયામાં કોઈ પથરો ભરાઈ ગયો છે. એમણે એ હાથમાં લઈને જોયું તો પેલી પ્રતિમા જ હતી. પ્રતિમા પોતે એવી ચીવટપૂર્વક પાણીમાં પધરાવી હતી કે ધોતિયામાં ભરાઈ જાય એવી કોઈ શક્યતા નહોતી. એટલે એમને આ ઘટનાથી આશ્ચર્ય થયું. પ્રતિમા હાથમાં લઈ ફરી તેઓ ઊંડા પાણીમાં ગયા અને પ્રતિમા ચોકસાઈપૂર્વક આઘે પધરાવી. પછી પાણીમાં પાછા ફરતા હતા ત્યાં ફરીથી એમને લાગ્યું કે ધોતિયાનો છેડો ખેંચાય છે. પ્રતિમા પાછી તો નહિ આવી હોય ને ? પાણીમાં હાથ નાખીને વસ્તુ બહાર કાઢી તો એમના આશ્ચર્ય વચ્ચે એ જ પ્રતિમા જોવા મળી. બે વખત આવું બન્યું એથી વ૨જદાસ એકદમ વિચારે ચઢી ગયા. હવે પ્રતિમા પધરાવવી કે નહિ તેની વિમાસણ થઈ. છેવટે એમ નિર્ણય કર્યો કે કોઈની સલાહ લઈને પછી પ્રતિમા પધરાવવી. ઘરે આવીને એમણે બધાંને વાત કરી. બધાંનો એવો મત પડ્યો કે કોઈક જૈન સાધુ મહારાજને પૂછીને પછી એ કહે તેમ કરવું કે જેથી મનમાં વહેમ ન રહી જાય. બીજે દિવસે વરજદાસ પ્રતિમા લઈને પાસેના ઉપાશ્રયમાં એક જૈન સાધુ ભગવંત પાસે ગયા. વિગત જાણીને સાધુ મહારાજે કહ્યું કે ‘એવું અનુમાન થાય છે કે તમારા મકાનના આગળના કોઈક માલિકોમાંથી કોઈકને ત્યાં ઘરદેરાસર હશે અને તેઓએ કોઈક આપત્તિના પ્રસંગમાં પ્રતિમાને જમીનમાં ભંડારી દીધી હશે. આ અખંડિત પ્રતિમા નમિનાથ ભગવાનની છે. તમારા હાથે જમીનમાંથી બહાર આવી છે અને તમે એને નદીમાં બે વખત પધરાવવા છતાં એ તમારી પાછળ આશ્ચર્યકા૨ક રીતે આવી છે એટલે એમાં કોઈ સંકેત લાગે છે. પ્રતિમાને તમારું ઘર છોડવું નથી.' ઘણું મંથન કર્યા પછી વરજદાસે નિર્ણય કર્યો કે પોતાના મકાનમાં ઘરદેરાસર (ગૃહચૈત્ય) કરાવવું અને ત્યાં જિનપ્રતિમાની વિધિસર પ્રતિષ્ઠા કરાવવી. એ પ્રમાણે નિર્ણય કરીને એમણે જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. એમના કુટુંબે જૈન ધર્મ અંગીકાર કર્યો. આ ઘટના પછી જેમ જેમ ચડતી થતી ગઈ તેમ તેમ ઉત્તરોત્તર જૈન ધર્મમાં એમની શ્રદ્ધા દૃઢ થતી ગઈ. એમના પુત્ર રસિકદાસને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy