SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ३४८ વંદનીય હૃદયસ્પર્શ તો આ જૈન ધર્મ જન્મથી જ વારસામાં મળ્યો હતો. તેઓ નિયમિત જિનમંદિરે પૂજા કરવા જતા અને ઘરદેરાસરમાં પણ પૂજાવિધિ કરતા. તેઓ રોજ ઉપાશ્રય જતા, વ્યાખ્યાન સાંભળતા, સામાયિક, પ્રતિક્રમણ કરતા. પંજાબકેસરી શ્રી વિજયવલ્લભસૂરિ સાથે એમને ગાઢ સંબંધ રહ્યો હતો. રસિકદાસના આ ધાર્મિક સંસ્કાર હીરાલાલભાઈમાં આવ્યા હતા. તેઓ પૂજા કરવા જતા, સામાયિક, પ્રતિક્રમણ કરતા, નવકારશી-ચોવિહાર કરતા. અભક્ષ્યનો એમણે ત્યાગ કર્યો હતો. વળી તેઓ તો જૈન શાસ્ત્રો અને સિદ્ધાન્તોના સારા જાણકાર થઈ ગયા હતા. તેઓ નવપદજીનું ધ્યાન ધરતા. ઉવસગ્ગહરના જાપમાં એમને અખૂટ શ્રદ્ધા હતી. રસિકદાસનું કુટુંબ સંસ્કારી અને ધર્મપરાયણ હતું. સૂરતમાં એમનો કાપડનો વેપાર હતો. નાણાવટમાં એમની કાપડની દુકાન હતી. કાપડના એમના વેપારને કારણે એમની અટક કાપડિયા થઈ ગઈ હતી. એની પહેલાં એમની અટક શી હતી તે જાણવા મળતું નથી. પરંતુ “શાહ”, “મહેતા” અથવા “પટણી” અટક હોવાનો સંભવ છે એમ એમનાં કુટુંબીજનો કહે છે. અંગ્રેજોના આગમન પૂર્વે લોકોમાં અટકનું બહુ મહત્ત્વ નહોતું. રસિકદાસની આર્થિક સ્થિતિ મધ્યમ કક્ષાની થઈ ગઈ હતી. એમનો કાપડનો વેપાર જેમતેમ ચાલતો હતો. આથી જ એમણે પોતાના ત્રણે તેજસ્વી દીકરાઓને પોતાના કાપડના વ્યવસાયમાં ન જોડતાં, મુંબઈ મોકલીને કૉલેજ અને યુનિવર્સિટીનું શિક્ષણ અપાવીને ત્યાંના શિક્ષણક્ષેત્રમાં મોકલ્યા હતા. એમની બન્ને દીકરીઓ મેટ્રિક સુધી ભણી હતી, જે એ જમાનામાં અસાધારણ ઘટના ગણાતી. ઈસવીસનની ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં અને વીસમી સદીના પૂર્વાર્ધમાં, સમગ્ર ભારતમાં કેળવણીની પદ્ધતિ આજે જેવી છે તેવી એકસરખી નહોતી, અંગ્રેજોએ મુંબઈ, કલકત્તા અને મદ્રાસમાં ૧૮પ૭માં યુનિવર્સિટીઓની સ્થાપના કરીને બ્રિટિશ હકૂમતના પ્રદેશમાં એકસરખી અંગ્રેજી પદ્ધતિની કેળવણી દાખલ કરી, પણ તે મુખ્યત્વે મોટાં શહેરો પૂરતી ત્યારે મર્યાદિત રહી હતી. જુદાં જુદાં દેશી રાજ્યોમાં જુદી જુદી કેળવણીની પદ્ધતિ હતી. ગુજરાતમાં ત્યારે બે પ્રકારની શાળાઓ હતી : ગુજરાતી વર્નાક્યુલર ફાઈનલના પ્રકારની અને હાઈસ્કૂલ તથા મેટ્રિક્યુલેશનના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy