________________
૫૦.
વંદનીય હૃદયસ્પર્શ “તો પછી તમારે જૂઠું બોલવાની શી જરૂર હતી ? તે જ વખતે મને પ્રસ્તાવના પાછી દીધી હોત તો ? બોલો, હવે આ પ્રસ્તાવના મોકલાવું સંસ્કૃતિ'માં છપાવા માટે?”
“મારા પર દયા કરો. આ પ્રસ્તાવના નહિ છપાવો તો મારા ઉપર મોટો ઉપકાર થશે.”
કવિએ આજીજી કરી એટલે ઝાલાસાહેબે તે જ વખતે પ્રસ્તાવનાની નકલ ફાડી નાખી અને કવિને અભયવચન આપ્યું કે “એ પ્રસ્તાવના હવે ક્યાંય છપાશે નહિ.”
અમારી ઝેવિયર્સ કૉલેજમાં કેટલાક પાદરી અધ્યાપકો પણ હતા. તેઓ બધામાં પણ કૉલેજના એક વડીલ અધ્યાપક તરીકે ઝાલાસાહેબનું માન બહુ હતું. એક પાદરી અધ્યાપક સ્વભાવે ખટપટી હતા. પરંતુ પાદરી અધ્યાપકોની કૉલેજ હોવાને કારણે તેમને કોઈ કશું કહી શકતું નહિ. એ ખટપટી પાદરી અધ્યાપક સાથે ગુજરાતી વિભાગની અને ગુજરાતી લાયબ્રેરીની પ્રવૃત્તિઓ અંગે વારંવાર મળવાનું થતું. એક વખત અમારી મિટિંગમાં એ પાદરીએ ખોટી રજૂઆત કરી. એ વખતે ઝાલાસાહેબે નીડરતાથી કહ્યું, “ફાધર, તમે સાવ જૂઠું બોલો છો. અમારી પાસે તમે જૂઠું બોલો છો તેના પુરાવા છે. તમે રોમન કેથોલિક સંપ્રદાયના એક ધર્મગુરુ થઈને અસત્ય બોલો એ કલ્પી શકાય એવી વાત નથી. તમારા આ સફેદ ઝભ્ભા સાથે તમારું અસત્ય સુસંગત નથી લાગતું. એ માટે તમારે શરમાવું જોઈએ.”
ઝાલાસાહેબના શબ્દોથી બધા સ્તબ્ધ થઈ ગયા. ફાધર શરમિંદા બની ગયા અને પોતાની ભૂલ માટે ક્ષમા માગી.
૧૯૫૭માં એમનો વનપ્રવેશ ઊજવવા સ્નેહીઓએ વિચાર્યું, પણ એ પ્રસ્તાવ બહુ ગંભીરતાપૂર્વક એમણે નકારી કાઢેલો. કૉલેજમાં નિવૃત્ત થઈ માનાર્હ અધ્યાપક તરીકે રહ્યા ત્યારે એમનું જાહેર સન્માન કરી એમને એક થેલી આપવાની દરખાસ્ત અમે કેટલાક વિદ્યાર્થીઓએ એમને કરેલી ત્યારે એ પણ એમણે નકારેલી. ત્યાર પછી લગભગ બે વર્ષ પછી એશિયાટિક સોસાયટીએ એમની સંસ્કૃતની સેવા બદલ સુવર્ણચંદ્રક આપવાનું નક્કી કર્યું ત્યારે સ્નેહી મિત્રોએ એમને સન્માનવાનો વિચાર કર્યો હતો, પરંતુ ત્યારે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org