________________
ગૌરીપ્રસાદ ઝાલા
૫૧ તેમણે ના કહી હતી. એમને સુવર્ણચંદ્રક અર્પણ થાય તે પહેલાં તો એમણે જ વિદાય લઈ લીધી હતી.
ઝાલાસાહેબને પદ કે સ્થાન કરતાં કામ કરવામાં વધુ આનંદ રહેતો. ઝેવિયર્સ કૉલેજમાં યુવાન વયે તેઓ સંસ્કૃત અને ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે જોડાયા હતા અને ત્રણ દાયકા જેટલો સમય વીતી જવા છતાં તેમને સંસ્કૃત વિભાગના કે ગુજરાતી વિભાગના અધ્યક્ષ થવા મળ્યું નહોતું. એમના વિદ્યાર્થીઓ બીજી નવી કૉલેજોમાં વિભાગના અધ્યક્ષ થઈ ગયા હતા, પરંતુ તેમ છતાં ઝાલાસાહેબે બીજી નવી કૉલેજોમાં વિભાગના અધ્યક્ષ તરીકે જ નહિ, કૉલેજના આચાર્ય તરીકે સ્થાન મળતું હોવા છતાં ઝેવિયર્સ કૉલેજ છોડવાનો વિચાર કર્યો નહોતો. લગભગ નિવૃત્ત થવાની વેળાએ એમને સંસ્કૃત વિભાગના અધ્યક્ષ થવા મળ્યું એનાથી એમણે સંતોષ માન્યો હતો.
- ૧૯૫૯માં જ્યારે પ્રો. મનસુખલાલ ઝવેરી ઝેવિયર્સ કૉલેજ છોડીને બીજી કૉલેજમાં જોડાયા હતા ત્યારે ઝેવિયર્સ કૉલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે સ્થાન મેળવવા એક અધ્યક્ષ મહેનત કરી રહ્યા હતા. ત્યારે ઝાલાસાહેબે પ્રિન્સિપાલને સ્પષ્ટ કહી દીધું હતું કે એ અધ્યાપકના હાથ નીચે પોતે કામ કરશે નહિ, કારણ કે તે પોતાનાથી ઉંમરના નાના છે અને અધ્યાપકીય અનુભવમાં પણ નાના છે. ઝાલાસાહેબ મુખ્યત્વે સંસ્કૃત વિભાગના હતા. પોતે ગુજરાતી વિભાગના અધ્યક્ષ થઈ શકે તેમ નહોતા. એટલે એમણે પ્રિન્સિપાલને મારા નામની ભલામણ કરી હતી અને તે પ્રમાણે પ્રિન્સિપાલને નિર્ણય લેવો પડ્યો હતો. હું ઝાલાસાહેબનો વિદ્યાર્થી હતો. તેઓ મારા પિતાતુલ્ય હતા. છતાં મારા અધ્યક્ષપણા નીચે એમણે કામ કરવાનું સ્વીકાર્યું એમાં એમની ઉદારતા અને ઉદાત્તતા રહેલી હતી.
અત્યંત સ્પષ્ટ અને સાચી વાત જ કહેવાના એમના આગ્રહને કારણે એક યુનિવર્સિટીની એક સમિતિમાંથી એમનું નામ કાઢી નાખવાની હિલચાલ ચાલતી હતી કે જેથી સમિતિ પછી પોતાની ઇચ્છાનુસાર નિર્ણય લઈ શકે. ઝાલાસાહેબને એની જાણ થઈ. વળી વાઇસ ચાન્સેલર પણ તેમાં ભળેલા જણાયા. એટલે તુરત એમણે એ યુનિવર્સિટીની બધી જ સમિતિઓમાંથી પોતાનું રાજીનામું આપી દીધું હતું. યુનિવર્સિટીએ ધાર્યું નહોતું કે ઝાલાસાહેબને બધી ખબર પડી જશે, અને બધી સમિતિઓમાંથી ઝાલાસાહેબ રાજીનામું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org