________________
ગૌરીપ્રસાદ ઝાલા નહિ. ઝેવિયર્સની પોતાની નોકરીથી એમને પૂરો સંતોષ હતો, એટલે બહારથી આવતા અનેક લોભામણા પ્રસ્તાવો તેઓ પાછા વાળતા. એક અરસામાં ઝેવિયર્સમાંથી બી.એ.ના વર્ગમાંથી સંસ્કૃતનો વિષય કાઢી નાખવાની હિલચાલ ચાલી હતી. અને એ જ સમયમાં ભારતીય વિદ્યાભવનમાંથી ડૉ. વેલનકર છૂટા થતાં ત્યાં સંસ્કૃત-પ્રાકૃત વિભાગમાં ડાયરેક્ટર તરીકે મુનશીજીએ ઝાલાસાહેબને લેવા વિચારી એ અંગે વાટાઘાટો ચલાવેલી, પરંતુ ઝાલાસાહેબે ઝેવિયર્સ નહિ છોડવાનું જ નક્કી કર્યું હતું.
જેમ વ્યવહારમાં તેમ લેખનમાં પણ ઝાલાસાહેબ સ્પષ્ટવક્તા હતા. ગુજરાતીમાં જોકે બહુ ઓછું લખતા, પણ વિવેચન વગેરે જે કંઈ લખે તેમાં તેઓ અકારણ પ્રશંસાવાળું કે ખુશામતભર્યું ક્યારેય કશું લખતા નહિ. વિવેચનમાં તેઓ ગુણદોષની સમતાપૂર્વક સ્પષ્ટતાથી ચર્ચા કરતા. એક વખત મુંબઈના એક જાણીતા પત્રકાર કવિએ પોતાના કાવ્યસંગ્રહની પ્રસ્તાવના લખી આપવા માટે ઝાલાસાહેબને વિનંતી કરી. ઝાલાસાહેબે એ માટે ના પાડી. એટલે એ કવિએ ઝાલાસાહેબના એક ભૂતપૂર્વ પ્રિય વિદ્યાર્થી શ્રી પ્રવીણચન્દ્ર રૂપારેલ દ્વારા ફરી આગ્રહપૂર્વક વિનંતી એમને ઘરે જઈ કરી. છેવટે ઝાલાસાહેબે એ વિનંતી સ્વીકારી. કાવ્યસંગ્રહઝીણવટથી વાંચીને ઝાલાસાહેબે પ્રસ્તાવના લખીને કવિને આપી. પરંતુ કાવ્યસંગ્રહ છપાયો ત્યારે તેમાં ઝાલાસાહેબની પ્રસ્તાવના નહોતી. કવિએ બહાનું કાઢ્યું કે ટપાલમાં પોતે પ્રેસને પ્રસ્તાવના મોકલી આપી હતી. પરંતુ ટપાલમાં ગુમ થઈ ગઈ એટલે છપાઈ નથી. ઝાલાસાહેબ સમજી ગયા કે પોતે કડક પ્રસ્તાવના લખી છે માટે છાપી નથી અને ખોટું બહાનું કાઢે છે. ઝાલાસાહેબે કવિને કહ્યું, કાવ્યસંગ્રહમાં પ્રસ્તાવના નથી છપાઈ તેનો કંઈ ખેદ ન કરશો. મારી પાસે પ્રસ્તાવનાની બીજી નકલ છે. “સંસ્કૃતિમાં છાપવા માટે એ મોકલી આપું છું. સાથે નોંધ લખીશ કે તમારા કાવ્યસંગ્રહ માટે પ્રસ્તાવના લખી હતી, પરંતુ સંજોગવશાત તેમાં છપાઈ નથી.” એ સાંભળી કવિ વિચારમાં પડી ગયા. આવેગમાં તે બોલી ઊઠ્યા, “ઝાલાસાહેબ, આ પ્રસ્તાવના છપાવીને તમારે મને મારી નાખવો છે? તમે પ્રસ્તાવના લખીને કવિ તરીકે મારો એકડો જ કાઢી નાખ્યો છે. આવી પ્રસ્તાવના મારા સંગ્રહમાં કેવી રીતે છાપું? પછી મુંબઈના કવિઓમાં મારું સ્થાન શું રહે?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org