________________
૪૦૪
વંદનીય હૃદયસ્પર્શ ૧૯૨૫ પછી તનસુખભાઈએ દક્ષિણામૂર્તિમાં શિક્ષણ લીધું હતું. ત્યાં તેમની કવિત્વશક્તિ ખીલી હતી. ત્યાં કવિ શ્રીધરાણી એમના સમકાલીન મિત્ર હતા. પોતાના કાવ્યસર્જન વિશે તનસુખભાઈએ પોતાના કાવ્યસંગ્રહ કાવ્યલહરી'ના નિવેદનમાં લખ્યું છે : “સત્યાગ્રહ આશ્રમમાં શ્રી નરહરિભાઈ પરીખ, જુગતરામભાઈ દવે તથા સ્વ. ચંદ્રશંકરભાઈ શુક્લના વર્ગોમાં જ કવિતા વિશે અભિરુચિ ઉત્પન્ન થઈ હતી. તે દક્ષિણામૂર્તિમાં કાવ્યલેખનમાં પરિણમી.”
કવિતાલેખનના સૂક્ષ્મ સંસ્કારો મારામાં સુષુપ્ત દશામાં પડ્યા હશે. દક્ષિણામૂર્તિ ભવનના કાવ્યોત્તેજક વાતાવરણમાં તે ખીલી નીકળ્યા. સંસ્કાર જેટલું જ મહત્ત્વ વાતાવરણને પણ અપાય છે, એ દૃષ્ટિએ જોતાં મારા સુષુપ્ત સંસ્કારોને આવિર્ભાવ આપીને કાવ્યલેખન કરવાની પ્રેરણાનો સકલ યશ દક્ષિણામૂર્તિ ભવનને જ ઘટે છે.'
તનસુખભાઈએ આરંભમાં કેટલુંક લેખનકાર્ય યાત્રીના ઉપનામથી અને કેટલુંક “સુરેન્દ્ર ભટ્ટાચાર્ય'ના નામથી કર્યું હતું. જોકે પછીના સમયમાં તેઓ પોતાના નામથી જ લખતા રહ્યા હતા. તેમનાં કાવ્યો તે જમાનામાં કુમાર” અને “પ્રસ્થાનમાં પ્રગટ થતાં. મુક્તકનો કાવ્ય-પ્રકાર એમને વધુ પ્રિય હતો. દુહા ઉપર એમનું પ્રભુત્વ સવિશેષ હતું. સંસ્કૃત ભાષણ ઉપરના પ્રભુત્વને લીધે એમની કવિતામાં સંસ્કૃત શબ્દોનો ઉપયોગ અર્થના ગાંભીર્યમાં વૃદ્ધિ કરે છે અને એમની વાણીને શિષ્ટતા અને રમણીયતા અર્પે છે.
આ વર્ષો દરમિયાન તનસુખભાઈએ શાસ્ત્રીય સંગીતનો વ્યવસ્થિત અભ્યાસ કરી લીધો હતો. રાગ-રાગિણીની તેમની જાણકારી સરસ હતી. તેઓ કોઈ વાંજિત્ર વગાડતા નહિ, પણ ગાતા સારું.
દક્ષિણામૂર્તિમાં શિક્ષણ લીધા પછી તનસુખભાઈ પાછા સત્યાગ્રહ આશ્રમમાં જોડાયા હતા. ૧૯૩૦માં ગાંધીજીએ દાંડીયાત્રાનું વિચાર્યું ત્યારે તનસુખભાઈની ઉંમર ઓગણીસ વર્ષની હતી. તેઓ દાંડીયાત્રામાં જોડાયા અને પછી સત્યાગ્રહની ચળવળમાં ભાગ લીધો. સત્યાગ્રહને પરિણામે તનસુખભાઈએ ત્રણ વખત કારાવાસ સેવ્યો હતો. એક વખત એમની સાથે જેલમાં એમના મોટા ભાઈ હરિહર ભટ્ટ હતા. એક વખત તો પ્રાણશંકર ભટ્ટ અને એમના ત્રણ દીકરાઓ હરિહર, તારાનાથ અને તનસુખભાઈ – એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org