SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. પ્રો. તનસુખભાઈ ભટ્ટ ૪૦૫ ચારેય એક જ વખતે જુદી જુદી જેલમાં હતા. પ્રાણશંકર ભટ્ટ અને એમના કુટુંબે સ્વાતંત્ર્યની લડતમાં કેટલો ભોગ આપ્યો હતો તે આના પરથી જોઈ શકાશે. એને પરિણામે તનસુખભાઈનો શાળા-કૉલેજનો અભ્યાસ નિયમિત રહ્યો નહોતો. તેઓ ૧૯૩૫માં ચોવીસ વર્ષની વયે મેટ્રિક થયા હતા. પછી તેઓ અભ્યાસ કરવા મુંબઈ આવ્યા હતા અને એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયા હતા. એમના વખતમાં કૉલેજના અંગ્રેજ પ્રિન્સિપાલ હેમિલ્ટન હતા. કૉલેજમાં તનસુખભાઈ એક તેજસ્વી વિદ્યાર્થી હતા. તેઓ ૧૯૪૦માં બી.એ. થયા હતા. દરમિયાન તેઓ અમદાવાદની સુપ્રસિદ્ધ શાળા સી.એન. વિદ્યાવિહારમાં શિક્ષક તરીકે જોડાયા હતા. ૧૯૪૩માં ગુજરાત વિદ્યાસભામાંથી ગુજરાતી અને સંસ્કૃત વિષય લઈ તેઓ મુંબઈ યુનિવર્સિટીના એમ.એ. થયા હતા. તેઓ એમ.એ.ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં આવ્યા હતા. તે વખતે એમની સાથે ડૉ. ભોગીલાલ સાંડેસરા, પ્રો. રામપ્રસાદ શુક્લ અને પ્રો. ઉપેન્દ્ર પંડ્યા પણ પ્રથમ વર્ગમાં આવ્યા હતા. વડોદરાના ડૉ. રણજિતભાઈ પટેલ ત્યારે અમદાવાદમાં હતા. તેઓ પણ એમ.એ.ની તૈયારી કરી રહ્યા હતા. તેમને તનસુખભાઈની સાથે ગાઢ મૈત્રી થઈ હતી. એ મૈત્રી ઘણાં વર્ષ સુધી, ૧૯૯૭માં તનસુખભાઈ પોંડિચેરી ગયા ત્યાં સુધી રહી હતી. યુવાન વયે તનસુખભાઈ ક્રિકેટના સારા ખેલાડી હતા. ટેસ્ટ મેચ જોવા તેઓ બેબોર્ન સ્ટેડિયમમાં જતા. પાછલાં વર્ષોમાં ટી.વી. પર મૅચ જોવાનું તેઓ ચૂકતા નહિ. તનસુખભાઈએ ત્રીસ વર્ષની વયે ૧૯૪૧માં મેં પાંખો ફફડાવી' નામની નાનકડી આત્મકથા લખી હતી. એમાં શૈશવકાળનાં સંસ્મરણો આત્મકથનાત્મક શૈલીએ લખાયાં છે. આ આત્મકથા “કુમાર”માં ક્રમશઃ પ્રગટ થઈ હતી. એમાં જીવનનાં થોડાંક વર્ષોની જ વાત હોવાથી આત્મકથા નાની બની હતી. એની પ્રસ્તાવના કવિ ઉમાશંકર જોષીએ લખી હતી. તનસુખભાઈનાં કાવ્યો મુખ્યત્વે “કુમાર” અને “પ્રસ્થાન' માસિકમાં છપાયાં હતાં. એંસી જેટલાં આ કાવ્યોનો સંગ્રહ “કાવ્યલહરી તૈયાર થયો ત્યારે એની પ્રસ્તાવના એમના વિદ્યાગુર પ્રકાંડ વિદ્વાન શ્રી રસિકલાલ પરીખે લખી આપી હતી. આ કાવ્યસંગ્રહમાં મુખ્યત્વે ગેય કાવ્યો છે, છંદોબદ્ધ કાવ્યો ઓછાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy