________________
४४४
વંદનીય હૃદયસ્પર્શ લેવાનું રહી ગયું છે. શેરિસા સ્નાનપૂજા કરી અને મંથનમાં પહોંચ્યા તો કાકા ત્યાં આવીને બેઠા હતા. અમે કાકાની માફી માગી, પણ તેમની વાણીમાં જરા પણ ઠપકો નહોતો, એમણે હસતાં કહ્યું, “તમે ભૂલી ગયા તે સારું થયું. એટલે તમારા કરતાં હું વહેલો અહીં આવી ગયો. પછી કાકાએ કહ્યું કે “બધા પેસેન્જરો નીકળી ગયા અને કોઈ મારી પાસે આવ્યું નહિ એટલે થયું કે તમે નીકળી ગયા હશો. પછી નિમંત્રણ પત્રિકા જોઈ અને એમાંના એક સભ્યને ફોન કર્યો. તેઓ હજુ નીકળ્યા નહોતા. એટલે એમના ઘરે પહોંચી એમની સાથે ગાડીમાં અહીં આવી ગયો છું.” અમારી ભૂલ માટે એમણે જરાયે ઠપકો આપ્યો નહિ. એમની સમતા અને પ્રસન્નતા માટે માન થયું. એમણે હસતાં કહ્યું, “તમે ભૂલી ગયા તે સારું થયું. મને ગાડીમાં તમારા કરતાં વહેલા આવવા મળ્યું.”
સાયલાના શ્રી રાજસોભાગ આશ્રમમાં મુંબઈની રત્નવિધિ ટ્રસ્ટ નામની સંસ્થા દ્વારા વિકલાંગો માટે એક કૅમ્પનું આયોજન થયું હતું. એમાં દોશીકાકાને પણ નિમંત્રણ આપ્યું. સામાન્ય રીતે મંચ પર બેસવાનું દોશીકાકા ટાળે અને આગળની હારમાં બેસવાનું પણ ટાળે. દોશીકાકા થોડા પાછળ બેઠા હતા. આગળ આવવાનો આગ્રહ કર્યો ત્યારે કહ્યું કે તેઓ નિશ્ચિત સમયે નીકળીને ચિખોદરા પહોંચવા ઇચ્છે છે. સાયલાથી અમદાવાદ બસમાં અને અમદાવાદથી બસ બદલીને તેઓ આણંદ જવાના હતા. સભામાં એક સજ્જન પધાર્યા હતા, તેઓ કાર્યક્રમ પછી પોતાની ગાડીમાં આણંદ જવાના હતા. એટલે મેં તેમની સાથે ગાડીમાં જવાનું સૂચન કર્યું. પરંતુ દોશીકાકાએ કહ્યું મને એમ કોઈની ગાડીમાં જવાનું નહિ ફાવે. કોઈને મોડું-વહેલું થાય. બસ તરત મળી જાય છે એટલે મારે મોડું નહિ થાય.” અમે બહુ આગ્રહ કર્યો ત્યારે કહ્યું, ‘ભલે જોઈશું.” પરંતુ કાર્યક્રમ પૂરો થયો ત્યારે દોશીકાકા તો નીકળી ગયા હતા. દોશીકાકાને શ્રીમંતો પ્રત્યે એલર્જી છે એવું નથી, પણ તેમને આમજનતા વચ્ચે આમજનતાના થઈને, જાણે કે કોઈ પોતાને ઓળખતું નથી એવા થઈને રહેવું ગમે છે. એમના વિચલિત થયેલા માનકષાયનું આ પરિણામ છે.
એક વખત અમારે આગલોડ અને મહુડીની યાત્રાએ જવું હતું. કાકા કહે “અમારી જીપ લઈ જાવ.” અમે કહ્યું, “પણ કાકા તમારે ગાંધીનગર જવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org