________________
અમારા પૂજય શ્રી દોશીકાકા
૪૪૩ પણ કાકા જૂના ચંપલ પહેરીને જવામાં મક્કમ હતા. તેમનો નિયમ હતો કે એક ચંપલ ઘસાઈને તૂટી જાય ત્યારે જ નવાં ચંપલ ખરીદવાં. એટલે કાકાએ કહ્યું, “ચંપલ તૂટી જશે તો ત્યાં ઉઘાડા પગે ચાલીશ. નહિ વાંધો આવે. બધે ગાડીમાં ફરવાનું છે. વળી ત્યાંનો ઉનાળો છે.' દોશીકાકામાં આત્મવિશ્વાસ ઘણો. પાછા ફર્યા ત્યાં સુધી ચંપલને વાંધો આવ્યો નહિ. આવ્યા પછી જૂનાં ચંપલ ઘસાઈ ગયાં ત્યારે નવાં ચંપલ લીધાં.
એક વખત અમે નેત્રયજ્ઞ પછી એક તીર્થની યાત્રાએ ગયા હતા. રાતનો મુકામ હતો. થાકેલા હતા એટલે હું અને દોશીકાકા સૂઈ ગયા અને મિત્રને પરવારતાં થોડી વાર હતી. સવારે વહેલા ઊઠી, સ્નાનાદિથી પરવારીને અમે તૈયાર થયા. બહાર જતાં દોશીકાકાએ કહ્યું, “મારાં ચંપલ ક્યાં ગયાં ?' તો મિત્રે તરત એમનાં ચંપલ બતાવ્યાં. કાકાએ કહ્યું, “આ મારાં ચંપલ નથી.' મિત્રે ફોડ પાડતાં કહ્યું, “કાકા, રાતના મારા બૂટ પાલીશ કરતો હતો ત્યાં પછી વિચાર આવ્યો કે તમારા બંનેનાં ચંપલને પણ પાલિશ કરી લઉં.”
કાકાએ કહ્યું, “મને પૂછ્યા વગર તમે મારા ચંપલને પાલિશ કર્યું તે બરાબર ન કહેવાય. પાલિશવાળાં ચંપલ મને શોભે નહિ. હવે પાલિશ કાઢી નાખો.' મિત્રે લુગડા વડે પાલિશ કાઢવા પ્રયત્ન કર્યો, પણ પાલિશ બહુ ઓછી થઈ નહિ. ત્યાં બહાર જઈ કાકા મૂઠી ધૂળ ભરીને લાવ્યા અને ચંપલ પર નાખી. એટલે ચંપલ કંઈક બરાબર. થયાં.
અપંગ કન્યાઓ માટે ગુજરાતમાં કલોલ પાસે આવેલી સંસ્થા “મંથન'ને માટે અમે પર્યુષણ પર્વ દરમિયાન સહાય માટે શ્રોતાઓને અપીલ કરી હતી અને એકત્ર થયેલ રકમ સંસ્થાને અર્પણ કરવાનો કાર્યક્રમ અમે ગોઠવ્યો હતો. એ માટે કાકાને પણ પધારવાનું નિમંત્રણ અમે આપ્યું હતું. કાકાએ “મંથન' સંસ્થા જોઈ નહોતી અને ક્યાંથી જવાય એ તેઓ જાણતા નહોતા. એટલે અમે એમને અમદાવાદથી અમારી સાથે બસમાં જોડાઈ જવા કહ્યું હતું. અમદાવાદ સ્ટેશને “ઈન્કવાયરી”ની બારી પાસે તેઓ ઊભા રહેવાના હતા. પરંતુ તે દિવસે ટ્રેનમાં અમારો ડબ્બો ઘણો આગળ આવ્યો એટલે અમે બધા પાર્સલના ફાટકમાંથી નીકળ્યા કે જેથી તરત સામે બસ પાસે પહોંચાય. સવારની ઉતાવળમાં અમે જે ભાઈને કાકાને લઈને આવવાનું સોંપ્યું હતું તે ભૂલી ગયા અને બીજા પણ ભૂલી ગયા. અમે શેરિસા પહોંચ્યા ત્યારે ખબર પડી કે કાકાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org