________________
૩૮૨
વંદનીય હૃદયસ્પર્શ પ્રભુરૂપી પ્રિયતમને પોતે પ્રિયતમા સ્વરૂપે મળવા જઈ રહ્યા છે એવા ભાવવાળી કબીરના પદની પંક્તિઓ પોતે ગણગણતા. વળી એ પંક્તિઓ લખીને પોતાની અંતિમ ક્રિયા માટે સ્વજનોને સૂચના આપી દીધી હતી. એ સૂચના સંક્ષેપમાં નીચે મુજબ હતી :
કર લે સિંગાર કર લે સિગાર, ચતુર અલબેલી, સાજન કે ઘર જાના હોગા, નહી લે ધો લે, સીસ ગૂંથા લે, સાજન કે ઘર જાના હોગા. મિટ્ટી ઓઢાવન, મિટ્ટી બિછાવન, મિટ્ટી સે મિલ જાના હોગા, કહત કબીર સુનો મેરી સજની, ફિર વહાં સે નહિ આના હોગા.
.. અંતિમ વેળાએ અત્યંત દુઃખ થાય એ સ્વાભાવિક છે... બાહ્ય દેખાતા વિયોગના દુ:ખ સાથે માલિકને મળવાનો થનગનાટ પણ હોય છે. હવે મારી પણ એ જ સ્થિતિ હોવાથી જેઓ મારી અનેકવિધ સેવા કરી રહેલ છે તેઓને નમ્ર વિનંતી છે કે –
ચેતનાથી દેહ છૂટો પડે ત્યારે તેને મેં સંગ્રહેલ ચડ્ડી, મારા અંતિમ ધ્યેયને અનુલક્ષીને લખાયેલ પહેરણ અને ગાંધી ટોપી પહેરાવવાં અને ગાંધી બાપુની પ્રસાદીરૂપ મેં સાચવેલ ખાદીના કપડાથી ઢાંકવો... શિશુવિહારમાં જ્યાં હોલિકા પ્રગટાવીએ છીએ ત્યાં અગ્નિસંસ્કાર કરવા... મૃતદેહની રાખમાંથી અસ્થિ વીણી શિશુવિહારમાં કોઈ જગ્યાએ ખાડો કરી તેમાં નાખવાં અને તેમાં વૃક્ષનું વાવેતર કરવું... મારી ભસ્મનો શિશુવિહારમાં છંટકાવ કરવો કે જેથી તેના ઉપર બાળકો ખેલકૂદ કરી આનંદપ્રમોદ પામે... એ દિવસે શિશુવિહારની કોઈ પ્રવૃત્તિ બંધ ન રાખવી, રજા ન પાળવી.”
માનભાઈ જીવન જે રીતે જીવ્યા તે જ રીતે મૃત્યુને એમણે સહર્ષ સ્વીકાર્યું. એમની અંતિમ ઈચ્છા પણ કેટલી ભાવનાસભર હતી ! - સ્વ. માનભાઈએ પોતાના જીવનને એક ‘મિશન બનાવ્યું. એક સંસ્થા કરે એટલું કાર્ય એમણે એકલે હાથે કર્યું. અનેકનાં જીવન એમણે ઉજ્જવળ બનાવ્યાં. એમણે ગુજરાતને, સમગ્ર રાષ્ટ્રને વધુ ઓજસ્વી બનાવ્યું. એમના સ્વર્ગવાસથી ભારતમાતાને એક ઉત્કૃષ્ટ સપૂતની મોટી ખોટ પડી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org