________________
૪૨
સ્વ. ભંવરલાલજી નાહટા
આપણા મૂર્ધન્ય જૈન સાહિત્યકાર શ્રી ભંવરલાલજી નાહટાનું ૯૧ વર્ષની વયે કલકત્તામાં અવસાન થયું હતું. એથી આપણા સાહિત્યાકાશનો એક તેજસ્વી તારલો ખરી પડ્યો હતો.
શ્રી ભંવરલાલ નાહટા એટલે આપણા અગ્રગણ્ય સાહિત્યમનીષી, લબ્ધપ્રતિષ્ઠ ઇતિહાસકાર, નામાંકિત પુરાતત્ત્વવેત્તા, બહુભાષાવિદ, પ્રાચીન લિપિઓના જ્ઞાતા, શિલ્પાદિ કલાઓના અભ્યાસી, કવિ, સંશોધક અને માર્ગદર્શક, જૈન ધર્મ અને દર્શનના મર્મજ્ઞ, સરળહૃદયી, વિનમ્ર અને ઉદારચરિત સંઘ-સ્થવિર. એમના સ્વર્ગવાસથી જૈન વાદ્ગમયના ક્ષેત્રે ન પુરાય એવી ખોટ પડી છે.
શ્રી ભંવરલાલ નાહટાનો જન્મ રાજસ્થાન બિકાનેર શહેરમાં વિ.સં. ૧૯૬૮ના આસો વદ ૧૨, તા. ૧૯-૯-૧૯૧૧ને મંગળવારના રોજ થયો હતો. તેઓ બિકાનેરના તે સમયના જાણીતા શ્રેષ્ઠી શ્રી શંકરદાનજી નાહટાના પરિવારમાં જન્મ્યા હતા. એમના પિતાશ્રીનું નામ ભૈરુદાનજી અને માતુશ્રીનું નામ શ્રીમતી તીજાદેવી હતું. સુપ્રસિદ્ધ વિદ્વાન શ્રી અગરચંદ નાહટા તેમના
કાકા થાય.
બાળલગ્નોના એ જમાનામાં શ્રી નાહટાજીનાં લગ્ન ચૌદ વર્ષની વયે શેઠશ્રી રાવતમલજી સુરાણાની સુપુત્રી શ્રી જતનકુંવર સાથે થયાં હતાં. એમને બે પુત્ર પારસકુમાર અને પદમચંદ તથા બે પુત્રી શ્રીકાન્તા અને ચન્દ્રકાન્તા એમ ચાર સંતાનો થયાં હતાં.
શ્રી નાહટાજીએ શાળાનો અભ્યાસ ફક્ત પાંચ ધોરણ સુધીનો કર્યો હતો. હાયર સેકન્ડરી સ્કૂલ કે કૉલેજમાં એમણે અભ્યાસ કર્યો નહોતો. પોતે વ્યાવહારિક ઉચ્ચ શિક્ષણ લીધું ન હોવા છતાં એમણે પોતાના પુરુષાર્થથી જૈન સાહિત્ય અને ઇતિહાસનો એટલો ઊંડો અભ્યાસ કર્યો હતો અને ગ્રંથો લખ્યા હતા કે યુનિવર્સિટીમાં પીએચ.ડી.ના માર્ગદર્શક અને પરીક્ષક તરીકે એમને સ્થાન મળ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org