________________
વંદનીય હૃદયસ્પર્શ
જૈન સાહિત્યના ક્ષેત્રે શ્રી અગરચંદજી નાહટાનું નામ જેટલું સુપ્રસિદ્ધ છે તેટલું શ્રી ભંવરલાલજીનું ત્યારે ન હતું. વસ્તુતઃ અગરચંદજી એમના સગા કાકા થાય, પરંતુ બંને લગભગ સમવયસ્ક જેવા હતા. તો પણ ભંવરલાલજી અગરચંદજી પ્રત્યે પૂરો પૂજ્યભાવ ધરાવતા. સાહિત્ય અને સંશોધનના કાર્યમાં એમને રસ લગાડનાર શ્રી અગરચંદજી હતા. અગરચંદજીના કેટલાયે લેખોની સામગ્રી ભંવરલાલજીએ પૂરી પાડી હતી, કેટલીયે હસ્તપ્રતો પરથી લેખનકાર્ય કરી આપ્યું હતું. તો પણ તેમાં પોતાનું નામ મૂકવાનો ભંવરલાલજીનો કોઈ આગ્રહ રહેતો નહિ.
૩૮૪
ભંવરલાલજીનું વ્યક્તિત્વ એટલું નિર્મળ અને નિસ્પૃહ હતું કે તેઓ પોતાના નામ માટે ક્યારેય ઝંખના રાખતા નહિ. પોતાનું નામ ક્યાંક છપાયું તો ઠીક અને ન છપાયું હોય તો પણ ઠીક. તેઓ તે માટે કોઈને ટોકતા નહિ કે ઠપકો આપતા નહિ. એમના કેટલાક લેખો બીજા પોતાને નામે છપાવી દેતા. એમણે ‘કીર્તિલતા' અને ‘દ્રવ્યપરીક્ષા'નો હિંદી અનુવાદ કર્યો હતો. એના ઉપરથી એ બેનું અંગ્રેજીમાં ભાષાન્તર કરીને એક વિદ્વાને તે પોતાને નામે છપાવી માર્યું, પણ તે માટે નાહટાજીએ એ લેખકને ક્યારેય ઠપકો આપ્યો નહોતો.
યુવાન વયે તેઓ પોતાના કાકા શ્રી અગરચંદજી સાથે જે સાધુ મહાત્માઓના સંપર્કમાં આવ્યા હતા અને જેઓની પ્રેરણા અને માર્ગદર્શનથી તેઓને જૈન સાહિત્યના લેખન-સંશોધનની લગની લાગી હતી તે હતા આચાર્ય શ્રી સુખસાગરજી મહારાજ અને આચાર્યશ્રી જિનકૃપાચંદ્રજી મહારાજ. આથી જ તેઓ બંને સુખી પરિવારના હોવાથી તથા ગુજરાન માટે આર્થિક ચિંતા ન હોવાથી સાહિત્યિક પ્રવૃત્તિમાં રસ લેવા લાગ્યા હતા અને ધનકમાણીને જીવનમાં ગૌણ સ્થાન આપ્યું હતું. એમાં પણ શ્રી અગરચંદજી નાહટા તો આઠનવ મહિના સતત લેખન-અધ્યયનમાં ગાળતા અને ત્રણચાર મહિના પોતાના કાપડના વ્યવસાયમાં ધ્યાન આપતા. શ્રી ભંવરલાલજી નાહટાએ કલકત્તા જઈને પોતાનો કાપડનો વ્યવસાય બરાબર જમાવ્યો હતો અને વેપારી કુનેહ તેમનામાં ઘણી હતી, પરંતુ દીકરાઓએ એ જવાબદારી સ્વીકારી લીધી તે પછી તેઓ પણ સાહિત્યિક પ્રવૃત્તિઓમાં વધુમાં વધુ પોતાનો સમય ગાળતા.
સ્વ. ભંવરલાલજી નવ ભારતીય ભાષા સારી રીતે લખી-વાંચી શકતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org