________________
૧૪૪
વંદનીય હૃદયસ્પર્શ વિષ્ણુભાઈએ યુવાન વયે પોતાની લેખનપ્રવૃત્તિ આરંભી દીધી હતી. તેઓ કવિતા, વાર્તા વગેરે પણ લખતા. તેમણે પોતાનું ઉપનામ “પ્રેરિત' રાખ્યું હતું. એમણે યુવાનવયે આનંદશંકરના “વસંત' સામયિકમાં “પ્રેરિત'ના ઉપનામથી ચિંતનાત્મક નિબંધો લખવા ચાલુ કર્યા હતા. એ નિબંધો ભાવનાસૃષ્ટિ'ના નામથી ગ્રંથરૂપે પ્રગટ થયા હતા. ત્યાર પછી વિષ્ણુભાઈએ ગુજરાતી વિવેચનક્ષેત્રે સઘન કાર્ય કર્યું હતું. તેમના વિવેચના' નામના પ્રથમ ગ્રંથે પ્રગટ થતાં જ ગુજરાતી સાહિત્યમાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. ત્યાર પછી તેમણે “અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય', “પરિશીલન', “ઉપાયન', ગોવર્ધનરામ – ચિંતક અને સર્જક', “સાહિત્યસંસ્પર્શ વગેરે એક પછી એક ઉત્તમ લેખસંગ્રહો આપ્યા હતા. સાહિત્ય ઉપરાંત શિક્ષણ અને સંસ્કાર વિશેના લેખો ‘તુમપર્ણ'ના નામથી પ્રગટ થયા હતા. છેલ્લે છેલ્લે એમણે ધર્મતત્ત્વવિષયક ચિંતનાત્મક લેખો જે લખ્યા તે “આશ્ચર્યવત” અને “ઉક્ષા' નામથી પ્રગટ થયા હતા. આમ, વિષ્ણુભાઈએ જે લખ્યું તે સઘન અને ગૌરવયુક્ત છે. એટલે જ તે સમજવા માટે ભાષાકીય સજ્જતાની અપેક્ષા રહે.
સાહિત્યના વિવેચક તરીકે વિષ્ણુભાઈનું સ્થાન ગુજરાતી સાહિત્યમાં હંમેશાં આદરપૂર્વકનું રહ્યું છે. તેઓ જે કંઈ લખે તે સંનિષ્ઠ, સઘન, સત્ત્વશીલ અને મનનીય હોય. એટલે જ કેટલીક વાર તેમના વિવેચનલેખોમાં કવિતા જેવો આનંદ અનુભવાય.
વિષ્ણુભાઈનું વિવેચન મૌલિક, માર્મિક, સૌન્દર્યદર્શી, અભિજાત અને તત્ત્વગ્રાહી રહ્યું છે. કવિતા કરતાં ગદ્યવિવેચન તેમણે વધુ કર્યું છે. તેમની વિવેચકપ્રતિભાને એ જ વિશેષ અનુકૂળ રહ્યું છે. તેઓ રમણીયતાના ઉપાસક હતા, માટે “રમણીય' એમનો પ્રિય શબ્દ હતો. ઋજુતા, ચારુતા, શીલ, આર્જવ, મુદા, અનુભાવન, પરમ અભીષ્ટ વગેરે પણ એમના પ્રિય શબ્દો હતા. સંસ્કૃત ભાષાસાહિત્યના અધ્યયન-અધ્યાપનને કારણે એમનું શબ્દૌચિત્ય આશ્ચર્ય પમાડે એવું હતું. એમણે લખેલા પત્રો અને લખેલી ડાયરીમાંથી સંકલિત કરીને એમનું પ્રકીર્ણ લેખન પણ પ્રગટ કરવા જેવું છે.
વિષ્ણુભાઈએ ૧૯૭૦ના ગાળામાં નવી અછાંદસ કવિતા પ્રત્યે પોતાનો નીડર પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. એમાં તેમણે ઉમાશંકરની પણ ટીકા કરી હતી. એ વખતે ઉમાશંકરે વિષ્ણુભાઈના લેખના જવાબરૂપે આક્રોશભર્યો લેખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org