SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્મવિભૂષણ ડૉ. ઉષાબહેન મહેતા ૩૩૯ કરતાં કરતાં તેઓ દરેક પોતાના ઝંડા સાથે આગળ વધતાં. એક વખત એક છોકરી બેહોશ બનીને પડી ગઈ અને એના હાથમાંનો ઝંડો નીચે પડી ગયો. એમાં તો ઝંડાનું અપમાન અને પોલીસનો વિજય થયો કહેવાય. એમ ન થવા દેવું હોય તો હવે શું કરવું? ઉષાબહેને ચંદુભાઈને ઉપાય સૂચવ્યો કે હાથમાં ઝંડા રાખવાને બદલે અમારો ગણવેશ જ ઝંડાના રંગનો કરી નાંખો. તરત ખાદીના તાકા લેવાયા. સફેદ, કેસરી અને લીલા રંગની ખાદીમાંથી વસ્ત્રો એવી રીતે બનાવાયાં કે તે ઝંડા જેવા લાગે. હવે લાઠીમાર થાય તો પણ પોલીસ ઝૂંટવી નહિ શકે કે ફેંકી નહિ દે. એ સમયના લડત માટેના ઉત્સાહની ભરતી કિશોરકિશોરીઓમાં પણ કેટલી બધી હતી તે આ પ્રસંગ બતાવે છે. લડત માટે ચંદુલાલ દેસાઈએ છોકરાઓની વાનરસેના તૈયાર કરી તો ઉષાબહેનની ભલામણથી છોકરીઓની “માંજારસેના પણ તૈયાર કરી. છોકરાં પોલીસને હૂપ હૂપ કરે તો છોકરીઓ મ્યાંઉ મ્યાંઉ કરે. એકસાથે અનેક છોકરાંછોકરી લડત લડવાના ભાવથી આવા પોકારો કરતા હશે ત્યારે એ દૃશ્ય હાસ્યજનક નહિ પણ શૂરતાપ્રેરક બની જતું હશે ! બી.એ. થયા પછી ઉષાબહેને એમ.એ.નો અભ્યાસ મુંબઈ યુનિવર્સિટીમાં રાજયશાસ્ત્ર-Political scienceનો વિષય લઈને ચાલુ કર્યો હતો, પરંતુ તે દરમિયાન સ્વતંત્રતાની ચળવળ જોર પકડતી જતી હતી એટલે એમણે અભ્યાસ છોડી લડતમાં સક્રિય ભાગ લેવાનું ચાલુ કર્યું. ૧૯૪૨ની ‘હિંદ છોડો'ની લડતમાં ઉષાબહેનનું મહત્ત્વનું કાર્ય તે ગુપ્ત રીતે કોંગ્રેસ રેડિયો'ની પ્રવૃત્તિ ચલાવવાનું હતું. ૧૯૪૨ની ચળવળમાં ગાંધીજી, સરદાર, નહેરુ, મૌલાના વગેરેને જેલમાં પૂરવામાં આવ્યા તે વખતે બીજી-ત્રીજી હરોળના ઘણા નેતાઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા. એ બધાંની પ્રવૃત્તિના અહેવાલ એકબીજાને પહોંચાડવા માટે ગુપ્ત પત્રિકાઓ રોજ નીકળતી અને ઘરે ઘરે પહોંચતી કરવામાં આવતી. એની સાથે આ વાયરલેસ ટ્રાન્સમિશનની પ્રવૃત્તિ પણ ચાલુ થઈ. એક ભાઈએ વાયરલેસ સેટ બનાવી આપ્યો. આ કાર્યમાં ડૉ. રામમનોહર લોહિયા, અશ્રુત પટવર્ધન વગેરે પણ જોડાયા. રોજ સાંજે નિશ્ચિત સમયે રેડિયો વાગતો : “This is congress Radio, speaking somewhere in India from 42.34 meter.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy