________________
૩૪)
વંદનીય હદયસ્પર્શ અમારી કિશોરાવસ્થામાં અમે પત્રિકાઓ વહેંચવા જતા અને રાતના રેડિયો પણ સાંભળતા. યરવડાની જેલમાં બાપુ સાથે રહેલા મહાદેવભાઈ દેસાઈ જ્યારે અવસાન પામ્યા, ત્યારે બ્રિટિશ સરકારે એ સમાચાર દબાવી દીધા. છાપામાં એ વિશે કશું આવ્યું નહિ પણ કોંગ્રેસ રેડિયોએ એ સમાચાર મેળવીને પ્રસારિત કર્યા ત્યારે છાપાવાળાઓને ખબર પડી હતી. પછી એ સમાચાર છાપાંઓમાં છપાયા હતા.
રેડિયોની આ પ્રવૃત્તિમાં બાબુભાઈ, વિઠ્ઠલભાઈ, ચંદ્રકાન્તભાઈ, મોટવાની વગેરે જોડાયા હતા. દર દસ-પંદર દિવસે તેઓ જગ્યા બદલતા કે જેથી પોલીસ પકડી ન શકે. છેવટે પારેખવાડીમાંથી એમને પકડવામાં આવ્યાં હતાં. એમાં ઉષાબહેનને ચાર વર્ષની અને એમના મોટાભાઈ ચંદ્રકાન્તભાઈને એક વર્ષની સજા થઈ હતી. એમને પૂનાની યરવડા જેલમાં રાખવામાં આવ્યાં. આ બધા અનુભવો રોમહર્ષણ હતા. ભારતમાતા માટે ઉલ્લાસપૂર્વક ભોગ આપવાની તમન્ના ગાંધીજીએ દેશના કરોડો લોકોમાં જગાવી હતી.
ઉષાબહેને પોતાના જેલના અનુભવો પણ નોંધ્યા છે. પોતે પાંજરામાં સંતાઈને જેલના અધિકારીઓને કેદીઓની ગણતરીમાં કેવી થાપ ખવડાવી હતી એનું પણ રસિક બયાન એમાં વાંચવા મળે છે.
ઉષાબહેન ચાર વર્ષ જેલમાં ગાળીને છૂટ્યાં અને ઘરે આવ્યાં ત્યારે એમને જોઈને એમનાં બા રડી પડ્યાં હતાં. ચાર વર્ષ જેલમાં કાંકરીવાળા રોટલા ખાઈને ઉષાબહેનની તબિયત ખલાસ થઈ ગઈ. એમનું શરીર ગળી ગયું હતું. એમની પાચનશક્તિ બગડી ગઈ હતી. “આવું પાતળું નાજુક શરીર એ તો બ્રિટિશ સરકારની ભેટ છે' એમ તેઓ હળવી રીતે કહે છે. એમનું શરીર ફરી
ક્યારેય વળ્યું નહિ. કૃશકાય ઉષાબહેનનું નૈતિક બળ એટલું મોટું છે કે આવી કાયા છતાં તેમણે સેવાનું સતત કાર્ય નિષ્ઠાપૂર્વક કર્યા કર્યું. - ૧૯૪૬માં ઉષાબહેન જેલમાંથી છૂટ્યાં. દેશને આઝાદી મળી તે પછી એમણે પોતાનું લક્ષ અધ્યયન-અધ્યાપન તરફ રાખ્યું. તેઓ એમ.એ. થયાં અને મુંબઈમાં વિલસન કૉલેજમાં તત્ત્વજ્ઞાન અને તર્કશાસ્ત્રના અધ્યાપિકા તરીકે કામ શરૂ કર્યું. ૧૯૪૭થી ૧૯૪૯ સુધી એ કાર્ય કર્યા પછી એક વર્ષ માટે તેઓ રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાં અધ્યાપિકા તરીકે કામ કરી આવ્યાં. મુંબઈ પાછાં આવીને એમણે “મહાત્મા ગાંધીજીની સામાજિક અને રાજકીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org