________________
સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા : જીવન અને લેખન
જૈન સાહિત્ય અત્યંત વિશાળ છે. જૈનોનું મુખ્ય સાહિત્ય અર્ધમાગધીમાં છે, પરંતુ સંસ્કૃત ભાષામાં લખાયેલું જૈન સાહિત્ય પણ અત્યંત વિપુલ છે. જ્યાં સુધી એની વ્યવસ્થિત પ્રકાશિત માહિતી ન સાંપડે ત્યાં સુધી જૈન-અજૈન સર્વમાં એવો ભ્રમ રહે કે જૈનોએ સંસ્કૃત ભાષામાં બહુ ખેડાણ કર્યું નથી. આથી કેટલાંક વર્ષ પૂર્વે પૂ. શ્રી યશોદેવસૂરિએ હીરાલાલભાઈને ‘જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ' લખી આપવાનું સૂચન કર્યું હતું અને તે મુજબ હીરાલાલભાઈએ તે લખી આપ્યો હતો. એ ત્રણ ભાગમાં છપાયો છે. એમાં વ્યાકરણ, કોશ, નામમાલા, અલંકારશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, કામશાસ્ત્ર, સ્થાપત્ય, ગણિત, નિમિત્ત, વૈદક, પાક, નીતિશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, ન્યાય, યોગ, અધ્યાત્મ, મંત્રશાસ્ત્ર, અનુષ્ઠાનવિધિ, ધ્યાન, કાવ્ય, સ્તોત્ર, મહાકાવ્ય, ચંપૂકાવ્ય, ગદ્યકૃતિઓ ઇત્યાદિ વિષયના અનેક ગ્રંથોનો સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો છે. આ દળદાર ઇતિહાસનો પ્રથમ ભાગ ૧૯૫૬માં અને છેલ્લો ભાગ ૧૯૭૦માં છપાયો હતો, કારણ કે જેમ જેમ નાણાંની વ્યવસ્થા થતી ગઈ તેમ તેમ પ્રકાશનકાર્ય આગળ ચાલતું ગયું હતું.
જીવનની ઉત્તરાવસ્થામાં આંખો નબળી હોવા છતાં, ઇતિહાસના આ ગ્રંથલેખનનું અને પ્રૂફ સુધારવાનું કાર્ય એમણે પંદર વર્ષ સુધી કર્યું હતું. (આ ગ્રંથ શુદ્ધિ-વૃદ્ધિ સાથે નવેસરથી એક જ વૉલ્યૂમમાં કોઈ સંસ્થાએ છપાવવાનું કાર્ય ઉપાડી લેવા જેવું છે.) એમના હાથે આ એક બહુમૂલ્ય સાહિત્યસેવા થઈ છે.
૩૬૭
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ લખ્યા પછી હીરાલાલભાઈએ જૈન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ લખવાનું ચાલુ કર્યું હતું, પરંતુ એ કાર્ય પૂરું થઈ શક્યું નહિ અને જેટલું લખાયું તે પણ ક્યાં કેવી રીતે લુપ્ત થઈ ગયું તેની કશી ખબર એમના અવસાન પછી મળી નથી. તેઓ ૧૯૭૬માં પૂના પોતાના પુત્ર વિબોધચંદ્રને ત્યાં ગયા હતા. ત્યારે ટ્રેઇનમાં એમનાં લખાણો અને પુસ્તકોની એક બૅગ ગુમ થઈ ગઈ હતી. તદુપરાંત એમના અવસાન પછી એમના પુત્ર નલિનચંદ્ર પાસેથી એક જૈન પત્રકાર અપ્રસિદ્ધ લેખોની ફાઈલો લઈ ગયા હતા. પરંતુ થોડા વખતમાં જ એ પત્રકારનું અવસાન થતાં એ ફાઇલ પાછી મળી નહોતી.
હીરાલાલભાઈએ જીવનભર અનેકવિધ વિષયો પર વાંચન અને લેખન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org