________________
૩૦૦
વંદનીય હૃદયસ્પર્શ
આવી માંગલિક સંભળાવ્યું. પછી એમણે એક શાસ્ત્રજ્ઞ શ્રાવકને હીરાલાલભાઈ પાસે મોકલ્યા. તેઓ રોજ આવીને હીરાલાલભાઈને નિર્યામણા કરાવતા હતા. એમ કરતાં ચોથે દિવસે એટલે કે તા. ૨૩મી માર્ચ, ૧૯૭૯ના રોજ સવારે પોણાચાર વાગ્યે બ્રાહ્મ મુહૂર્તે ૮૫ વર્ષની વયે એમણે સમાધિપૂર્વક દેહ છોડ્યો હતો. હૉસ્પિટલમાં ન જવાનો પોતાનો સંકલ્પ સમાધિપૂર્વક એમણે પાર પાડ્યો હતો.
હીરાલાલભાઈ અને ઇન્દિરાબહેને સાડા છ દાયકાનું દામ્પત્યજીવન ભોગવ્યું. હવે ઇન્દિરાબહેનની તબિયત બગડી હતી. એમણે ૧૨મી સપ્ટેમ્બર ૧૯૮૨ના રોજ ૮૪ વર્ષની વયે દેહ છોડ્યો. યુવાન વયે હીરાલાલભાઈની કારકિર્દીનું ઘડતર મુંબઈમાં થયું. એમના દામ્પત્યજીવનનો પૂર્વકાળ મુંબઈમાં વીત્યો હતો અને બંનેએ અંતિમ શ્વાસ પણ મુંબઈમાં લીધા હતા.
સ્વેચ્છાએ અકિંચન રહી, સાદાઈ અને સરલતાપૂર્વક હીરાલાલભાઈએ સરસ્વતી દેવીની આજીવન અવિરત ઉપાસના અનન્યભાવે કરી હતી. આ શ્રુતોપાસક શ્રાવકના હસ્તે જૈન સાહિત્યના ક્ષેત્રે જે લેખનકાર્ય થયું છે તે અજોડ છે. એમનો યુગ એમની કદર કરી શક્યો નહિ, પણ જેમ જેમ એમનું સાહિત્ય પ્રકાશમાં આવશે અને ગ્રંથસ્થ થશે અને ગ્રંથોની પુનરાવૃત્તિઓ થશે તેમ તેમ ભાવિ પ્રજા એમની અવશ્ય યોગ્ય કદર કરશે. જૈન સાહિત્યના ઇતિહાસમાં એમનું નામ અને સ્થાન અવિસ્મરણીય રહેશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org