________________
સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા : જીવન અને લેખન
૩૬૯ લખીને લેખ પૂરો કરતા એવું બહુ ઓછું બનતું. જે વિષય પર લેખ લખવો હોય તેના મુદ્દા તૈયાર કરતા અને જુદા જુદા કાગળ પર તેની માહિતી ટપકાવી લેતા. તે પછી બધા મુદ્દાઓને ક્રમાનુસાર ગોઠવી લેખ તૈયાર કરી લેતા. કોઈક મુદ્દા વિશે માહિતી ન મળી હોય તો પાદનોંધમાં એનો ઉલ્લેખ કરતા. એમનું લખાણ હંમેશાં મુદ્દાવાર, મુદ્દાસર અને વ્યવસ્થિત રહેતું. અનેક વિષયોનું રસપૂર્વક વાંચન કર્યું હોવાને લીધે તથા સાડા ત્રણ હજાર હસ્તપ્રતો વાંચી હોવાને લીધે અને પોતાની સ્મૃતિ સતેજ હોવાને કારણે તેઓ કોઈ પણ વિષય ઉપર લેખ કે ગ્રંથ લખવા બેસે એટલે તે માટેની સામગ્રી ક્યાં ક્યાંથી ઉપલબ્ધ છે એની જાણકારી એમની પાસે હોય જ. આમ છતાં લેખનશ્રમ કરવાનો ઉત્સાહ ન હોય તો આટલું બધું કામ થાય નહિ. એટલે જ એમણે એકલે હાથે જે કાર્ય કર્યું છે તે જોઈ સહેજે આશ્ચર્ય થાય એમ છે. આપણે માટે દુઃખની વાત એટલી છે કે એમની સાહિત્યજગતમાં જેટલી કદર થવી જોઈતી હતી તેટલી થઈ નથી.
જીવનનાં અંતિમ વર્ષોમાં હીરાલાલભાઈ તથા ઇન્દિરાબહેન એમના સૌથી નાના પુત્ર નલિનચંદ્રના ઘરે મુંબઈમાં વરલી ઉપર “મધુવંસ' નામના બિલ્ડિંગમાં કાયમ માટે રહેવા આવી ગયાં હતાં. ત્યારે હજુ હીરાલાલભાઈની તબિયત સારી હતી અને રોજ બે વાર ચાર દાદર ચઢતા-ઊતરતા. પરંતુ પછી ૮૫મા વર્ષે એમને અશક્તિ વરતાવા લાગી. એમનો દેહ ક્ષીણ થવા લાગ્યો. ૧૯૭૯ના માર્ચ મહિનામાં તેઓ પથારીવશ થઈ ગયા. તબીબી ઉપચારો ચાલુ થયા પણ તબિયતમાં સુધારો થયો નહિ. શૌચાદિ ક્રિયા પણ પથારીમાં કરાવવી પડતી. સ્વજનોએ હૉસ્પિટલમાં દાખલ થવા માટે કહ્યું, પરંતુ ત્યાં જવાની એમની બિલકુલ ઈચ્છા નહોતી. એમ કરતાં બે અઠવાડિયાં થઈ ગયાં. છેવટે
જ્યારે ડૉક્ટરની સલાહ અનુસાર હૉસ્પિટલમાં લઈ જવાનો સ્વજનોનો મક્કમ નિર્ણય થયો એ વખતે એમણે પોતાનાં બહેન શાંતાબહેનને બોલાવીને સમજાવ્યા કે “મને ચાર દિવસ પછી હૉસ્પિટલમાં લઈ જાવ, ત્યાં સુધી હું મારી આરાધના કરી લઉં.” શાન્તાબહેને બધાંને સમજાવ્યાં અને હૉસ્પિટલમાં જવાનું ચાર દિવસ પછી રાખવામાં આવ્યું. હીરાલાલભાઈએ સંથારાની જેમ એ દિવસથી અન્ન, જળ, ઔષધ વગેરેનો પચ્ચખ્ખાણપૂર્વક ત્યાગ કરી દીધો. આ વાતની ખબર પડતાં, મુંબઈમાં બિરાજમાન એક આચાર્ય ભગવંતે ઘરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org