________________
૪૧ સ્વ. માનભાઈ ભટ્ટ
ભાવનગરની સુપ્રસિદ્ધ સંસ્થા “શિશુવિહારના સ્વપ્નદ્રષ્ટા, સર્જક અને સંવર્ધક શ્રી માનશંકરભાઈ ભટ્ટનું તા. ૨-૧-૨૦૦૧ના રોજ ૯૪ વર્ષની વયે અવસાન થતાં આપણને આપબળે આગળ વધેલા, લોકોના સંસ્કારજીવનનું ઘડતર કરનાર એક સમર્થ જીવનવીરની ખોટ પડી છે. ફાજલ માનવશક્તિનો ઉપયોગ કરી કશુંક સામૂહિક રચનાત્મક કાર્ય કેવી રીતે કરી શકાય એની આગવી સૂઝ, વિચારશક્તિ, ધગશ અને તમન્ના સાથે પરિણામલક્ષી વ્યવસ્થિત કાર્ય ઓછામાં ઓછા ખર્ચે કરવાની અનોખી આવડતને લીધે માનભાઈએ પોતાના જીવનકાળ દરમિયાન ભાવનગરમાં લોકસેવાની સરિતા અવિરત વહેતી કરી છે. માનભાઈ છ દાયકાથી અધિક સમય પોતાનાં અને સાથીદારોનાં સક્રિય સેવાકાર્યથી ભાવનગરના જનજીવન ઉપર છવાઈ ગયા હતા. એમાં એમને એમના નાના ભાઈ પ્રેમશંકરભાઈનો તથા પોતાનાં સ્વજનો અને મિત્રોનો પણ પ્રશસ્ય સહકાર સાંપડ્યો હતો. એમણે આરંભેલી શિશુવિહાર'ની પ્રવૃત્તિમાં તે સમયે બાળક તરીકે જોડાનારનાં સંતાનોનાં સંતાનો અત્યારે શિશુવિહારમાં ખેલી રહ્યાં છે. ત્રણ પેઢીના સંસ્કારઘડતરનું અનોખું કાર્ય કરવાનો યશ માનભાઈના ફાળે જાય છે. પદ, પ્રતિષ્ઠા કે માનસન્માનથી દૂર રહેનાર, એક સામાન્ય નાગરિકની જેમ સાદું, નિર્મળ અને નિર્ભય જીવન જીવવામાં માનનાર માનભાઈ વિવિધલક્ષી પ્રવૃત્તિઓના પ્રણેતા બન્યા હતા. મહાત્મા ગાંધીજીના જીવનનો પ્રભાવ એમના ઉપર ઘણો મોટો પડ્યો હતો. અંગ્રેજી શબ્દો વાપરીને કહેવું હોય તો કહી શકાય કે માનભાઈ Selfmade man હતા, Do it yourself Guy હતા અને Service before Self એ એમનો જીવનમંત્ર હતો.
માનભાઈને મળવાનું મારે થયું હતું તે પહેલાં એમના વિશે અત્યંત આદરપૂર્વક મેં સાંભળ્યું હતું મુંબઈમાં મારા મિત્રો શ્રી ચીનુભાઈ ઘોઘાવાળા અને એમના ભાઈ ચંદ્રકાન્તભાઈ પાસેથી. ત્યારપછી માનભાઈ સાથે મારો પત્ર દ્વારા પહેલો સંપર્ક ત્યારે થયો હતો કે જ્યારે મેં “પ્રબુદ્ધ જીવનમાં “ક્રિકેટનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org