________________
મારા પિતાશ્રી
૪૬૧ બાપાએ દીકરાઓને સલાહ આપી કે “હવે તમે બધા ત્રીસ-ચાલીસની ઉંમરે પહોંચ્યા છો. અત્યારસુધી તમે મોટા શેઠની જેમ ગામમાં રહ્યા છો. હવે કુટુંબનું ગુજરાન ચલાવવાનો પ્રશ્ન સૌથી ગંભીર છે. હું તો વૃદ્ધાવસ્થાએ પહોંચ્યો છું. પણ તમારી ચિંતા છે. આ ગામમાં રહીને તમે નાની-મોટી નોકરી કરશો કે હાટડી માંડશો તો તેમાં આબરૂ નહિ રહે. અનેકનાં મહેણાં-ટોણાંનો ભોગ બનશો. જીવન જીરવાશે નહિ. દૈવયોગે જે પરિસ્થિતિ આવી પડી છે તેનો સ્વીકાર કરી લેજો. બહારગામ જઈ નોકરી-ધંધો કરજો, અનીતિ આચરતા નહિ અને સ્વમાનથી રહેજો.'
વેપારધંધામાં મોટી નુકસાની આવી અને દેવાદાર થઈ ગયા પછી ડાહ્યાકાકાનું ચિત્ત અસ્વસ્થ રહ્યા કરતું હતું. વળી એમને પાંચ દીકરી હતી, પણ દીકરો નહોતો અને પોતે વિધુર થઈ ગયા હતા. આ સંજોગોમાં એમની માનસિક વ્યગ્રતા વધી ગઈ હતી. અડસઠની ઉંમરે તેઓ પહોંચવા આવ્યા હતા. યુવાનીમાં ઘણી જાહોજલાલી અને ઠેરઠેર માનપાન જોયાં પછી પાછલાં થોડાં વર્ષોમાં પોતાના ઋણ તળે આવેલાં માણસો, જ્ઞાતિબંધુઓ અને સગાંઓને વિમુખ થઈ ગયેલા જોઈને ડાહ્યાકાકાને જીવતર ખારું ઝેર જેવું લાગવા માંડ્યું હતું. પરિણામે માનસિક સમતુલા ગુમાવી એમણે કૂવામાં પડતું મૂકી આપઘાત કરવા પ્રયત્ન કરેલો. પરંતુ જેવી ખબર પડી કે તરત બેત્રણ બાહોશ માણસોએ કૂવામાં ઊતરી એમને બચાવી લીધા હતા. ડાહ્યાકાકા થોડો વખત સ્વસ્થ રહ્યા હતા. પરંતુ કેટલાક મહિના પછી એમણે બીજી વાર ઘર પાસે આવેલા લાલ કૂવા તરીકે જાણીતા મોટા કૂવામાં પડતું મૂક્યું. આ વખતે વહેલી પરોઢે તેઓ કૂવામાં પડ્યા કે જેથી કોઈની અવરજવર ન હોય અને બચાવવા કોઈ દોડે નહિ. સવાર પડતાં પનિહારીઓ કૂવે ગઈ ત્યારે એમણે ડાહ્યાકાકાનું શબ પાણીમાં તરતું જોયું. વડીલ બંધુ અમૃતલાલ માટે આ ઘટના બહુ આઘાતજનક હતી. એની અસર એમની તબિયત ઉપર પડી અને તેઓ સાજા-માંદા રહેવા લાગ્યા. તેઓ શરીરે પણ અશક્ત થઈ ગયા.
હવે દરેક દીકરાને પોતાની મેળે કમાવા માટે પુરુષાર્થ કરવાનો હતો. નાના બે ભાઈઓ મુંબઈ નોકરી-ધંધા માટે પહોંચી ગયા. મારા પિતાશ્રીએ પાદરા પાસે મોભા નામના ગામમાં અનાજ-કરિયાણાની દુકાન કરી. તે વખતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org