________________
૨૫૮
વંદનીય હૃદયસ્પર્શ સ્વરૂપ ભજના કરો નિરંતર
વહાલા શ્રી વીતરાગ વદે. કૅન્સર વધતાં ધીમે ધીમે પનાભાઈની બધી ઇન્દ્રિયો શાંત પડતી ગઈ અને ૧૮મી ફેબ્રુઆરીએ સવારે ૬-૩પ વાગે તેઓ અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા. આજીવન બાળબ્રહ્મચારી પંડિત પનાભાઈ દીક્ષિત થઈ સાધુ થઈ શક્યા નહોતા, પરંતુ એમની ઉચ્ચ આત્મદશાને લક્ષમાં રાખીધ્રાંગધ્રાના લોકોએ એમની પાલખી : કાઢી હતી અને ઉત્સવપૂર્વક એમના મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા હતા.
પનાભાઈ સાથે મારો વહેલવહેલો પરિચય ૧૯૬૭ના અરસામાં થયેલો. મુંબઈમાં ચોપાટીના ઉપાશ્રયે શ્રી ક્ષમાસાગરજી મહારાજનું ત્યારે ચાતુર્માસ હતું. અમે એ જ મકાનમાં ઉપર રહેતાં. તે વખતે એમને ભણાવવા માટે પનાભાઈ આવતા હતા. મહારાજશ્રીએ એમનો મને પરિચય કરાવેલો. પનાભાઈ પંડિત હતા, પણ એમને જોતાં તેઓ પંડિત છે એવું લાગે નહિ એટલી સાદાઈ અને એટલી સરળતા એમનામાં હતી. ચહેરા ઉપર પણ પાંડિત્યનો કે મોટાઈનો ડોળ નહિ. પનાભાઈ મહારાજશ્રીને જે રીતે સમજાવતા અને એમની શંકાઓનું સમાધાન કરતા તે પરથી લાગ્યું કે તેઓ શાસ્ત્રોના ઘણા સારા જાણકાર છે. વ્યાખ્યા આપતા સાધુભગવંતને ભણાવનારની સજ્જતા કેટલી બધી હોવી જોઈએ એ સમજી શકાય એવું છે.
મહારાજશ્રીના ચાતુર્માસ પછી પનાભાઈનું ચોપાટીના ઉપાશ્રય આવવાનું બંધ થયું અને અમારું મળવાનું પણ ખાસ રહ્યું નહિ. રસ્તામાં મળીએ તો હાથ ઊંચો કરીએ એટલો જ પરિચય રહ્યો હતો. ત્યારપછી વર્ષો સુધી પરસ્પર મળવાનું ખાસ બન્યું નહિ. પરંતુ ક્યાંક પણ એમની વાત નીકળે તો એમને મળવા ગૌરવભેર એમને યાદ કરીએ. - શ્રી પનાભાઈ ગાંધીનો જન્મ સૌરાષ્ટ્રમાં પ્રાંગધ્રામાં વિ. સં. ૧૯૭૬ના મહા વદ ૪ ને તા. ૨૫-૧-૧૯૨૧ના રોજ થયો હતો. એમના પિતાનું નામ જગજીવનદાસ સોમચંદ ગાંધી અને માતાનું નામ પાર્વતીબહેન હતું. પિતાની આર્થિક સ્થિતિ સામાન્ય હતી. એમના ત્રણ દીકરામાં વચલા તે પનાભાઈ હતા. પનાભાઈની બાલ્યાવસ્થા અને કિશોરાવસ્થા ધ્રાંગધ્રામાં વીતી હતી. એમણે ધ્રાંગધ્રાની શાળામાં અંગ્રેજી ચોથા ધોરણ સુધીનો (હાલના આઠમા ધોરણ સુધીનો) અભ્યાસ કર્યો હતો. એમનું શરીર સુદઢ હતું. વ્યાયામશાળામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org