________________
પંડિત પનાલાલ જ. ગાંધી
પનાભાઈએ મુંબઈમાં શ્રીપાળ નગરમાં આવેલો પોતાનો ફલેટ વેચવાનો વિચાર કર્યો. એક વખત એમણે મને કહ્યું કે મારાં વર્ષો હવે પૂરાં થવામાં છે. અચાનક કંઈ મને થઈ જાય તો ફલૅટ કોના હાથમાં જાય અને તેનું શું થાય તે કંઈ કહેવાય નહિ. એટલે આ ફ્લેટ વેળાસર વેચી કાયમ માટે ધ્રાંગધ્રા રહેવા જવું છે. ફ્લેટની રકમમાંથી ધ્રાંગધ્રામાં ભાઈનું ઘર સરખું કરાવી લેવું છે અને તેમની સાથે રહેવું છે. તદુપરાંત બંને સાધ્વી બહેનો હવે વયોવૃદ્ધ થયાં છે અને એમનાથી વિહાર થતો નથી. એટલે એમને સ્થિરવાસ માટે અમદાવાદમાં જગ્યા લઈ આપવી છે અને મુંબઈમાં બોરીવલી કે વિરારમાં નાનો ફ્લેટ રાખવો છે કે જેથી પોતાને મુંબઈ આવીને રહેવું હોય તો રહી શકાય. આ રીતે પનાભાઈએ શ્રીપાળ નગરનું ઘર છોડ્યું, પણ મહિનામાં અડધા દિવસ પ્રાંગધ્રામાં અને અડધા દિવસ મુંબઈમાં રહેવાનું થયું. તેઓ મુંબઈ આવે ત્યારે દસ-પંદર દિવસ રહે અને શંખેશ્વરની પૂનમની જાત્રા કરનારા મંડળમાં જોડાઈ, શંખેશ્વરની યાત્રા કરી ત્યાંથી સીધા પ્રાંગધ્રા ચાલ્યા જતા. મુંબઈમાં તેઓ પોતાના ઘરે ઊતરતા, પણ ઘણુંખરું કોઈક ને કોઈ ચાહક ભાઈ-બહેનને ત્યાં રહેતા. એમનો ચાહક વર્ગ વિશાળ હતો અને પોતાને ત્યાં રહેવા માટે આગ્રહ થતો.
પનાભાઈ ધ્રાંગધ્રા રહેવા ગયા એનો એક વિશિષ્ટ લાભ એ થયો કે મુંબઈ કરતાં ત્યાં એમને નિરાંત વધુ મળતી. અવરજવર ઓછી રહેતી. એથી તેઓ ધ્યાનમાં બેસી આત્મચિંતન કરતા. એમણે છેલ્લે છેલ્લે ફક્ત કેવળજ્ઞાનના વિષય પર જ મનનચિંતન કર્યું. શ્રી સૂર્યવદનભાઈએ એમની પાસે જઈને આ બધું એમનું ચિંતન શબ્દસ્થ કરી લીધું.
આ રીતે પનાભાઈના અંતિમ દિવસો એમની ઇચ્છાનુસાર આત્મસ્વરૂપમાં લીન થવામાં અને કેવળજ્ઞાન વિશે મનનચિંતનમાં પસાર થયા.
પંડિત પનાલાલ જ. ગાંધીના સ્વર્ગવાસથી આપણે એક આત્મજ્ઞાનીતત્ત્વજ્ઞાની મહાત્મા ગુમાવ્યા છે. એમના આત્માની સદ્ગતિ જ છે અને એ માટે જ આપણી પ્રાર્થના છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org