________________
૧૮ રંભાબહેન ગાંધી
આપણી ગુજરાતી લેખિકાઓમાં શ્રીમતી રંભાબહેન ગાંધીનું વ્યક્તિત્વ અનોખું હતું. લેખન અને વક્તવ્યમાં તેઓ અત્યંત વિલક્ષણ હતાં. ૭૪ વર્ષની વયે કેન્સરની બીમારીથી એમનું અવસાન થયું હતું. એમની ઇચ્છાનુસાર અવસાન પછી એમના દેહનું હૉસ્પિટલને દાન કરવામાં આવ્યું હતું. એમની સ્મશાનયાત્રા કાઢવામાં આવી નહોતી; તેમજ સાદડી કે ઊઠમણાની પ્રથા રાખવામાં આવી નહોતી.
કેન્સરનો વ્યાધિ થયો હોવા છતાં રંભાબહેનને જ્યારે મળવા માટે અમે જઈએ ત્યારે એમના બુલંદ અવાજમાં જરા પણ ઓછપ વરતાય નહિ. મળવા આવનારને પોતે જ કહી દેતાં કે પોતાને કેન્સરનો વ્યાધિ થયો છે અને હવે મોડી-વહેલી એક દિવસ પોતાની જીવનલીલા પૂરી થશે. એમના પતિ મનમોહનભાઈ ગાંધીએ જીવનની અંતિમ ક્ષણ સુધી રંભાબહેનની સ્વસ્થતાપૂર્વક સારી ચાકરી કરી હતી. વાસ્તવિક પરિસ્થિતિનો બંનેએ સમજપૂર્વક, સજજતાપૂર્વક સ્વીકાર કર્યો હતો.
રંભાબહેનમાં જેવી લેખનશક્તિ હતી એવી જ વાક્પટુતા હતી. રંભાબહેન બોલે એટલે નીડરતાથી બોલે, કોઈની શેહમાં તણાય નહિ. જે સાચું લાગે તે જરા પણ સંકોચ રાખ્યા વગર, સ્પષ્ટ શબ્દોમાં કહી દે. ચર્ચાસભાનો વિષય ગંભીર હોય કે હળવો, બંનેમાં રંભાબહેન ખીલતાં. એમના બુલંદ અવાજમાં નર્મમર્મનો જુદો રણકો સંભળાતો.
રંભાબહેનનો જન્મ સૌરાષ્ટ્રના એક ગામડામાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ એમણે ત્યાંજલીધું હતું. એમનાં લગ્નનાની ઉંમરે થયાં હતાં. પરંતુ એમના પતિ શ્રી મનમોહનભાઈ ગાંધી અત્યંત તેજસ્વી યુવાન હોવાથી રંભાબહેનના વિકાસમાં એમણે ઘણો બધો ફાળો આપ્યો હતો. રંભાબહેને રેડિયો-નાટિકાના ક્ષેત્રે લેખન અને અભિનય બંનેની દૃષ્ટિએ સંગીન કાર્ય કર્યું હતું. રેડિયો સાંભળનારી મુંબઈની ગુજરાતી મહિલાઓ રંભાબહેનના નામથી ભાગ્યે જ અપરિચિત હશે. કાઠિયાવાડી લહેકાવાળો રંભાબહેનનો અવાજ જુદો જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org