________________
૨ ૫૧
લાડકચંદભાઈ વોરા માણેકસાગરસૂરિએ ચાતુર્માસ દરમિયાન ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત “જ્ઞાનસાર', “અધ્યાત્મસાર' અને “અધ્યાત્મઉપનિષદ' જેવા ગ્રંથો પસંદ કર્યા હતા અને તે ચાતુર્માસ દરમિયાન પૂર્ણ ન થતાં રોષકાળમાં આવીને પૂરા કરાવ્યા હતા. એ ગ્રંથો ઉપરાંત આનંદઘનજીનાં સ્તવનોના ગૂઢ રહસ્યાર્થ પણ એમને સમજાવ્યા હતા. બાપુજીને આનંદઘનજીની ચોવીસી કંઠસ્થ હતી અને મધુર બુલંદ કંઠે તેઓ ગાતા.
સાયલા એટલે કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રના પરમ સખા સોભાગભાઈનું ગામ. સોભાગભાઈના દેહવિલય પછી પણ એમની આધ્યાત્મિક સાધનાનો વારસો સાયલામાં જળવાઈ રહ્યો હતો. ઈ. સ. ૧૯૩૦ના ગાળામાં સાયલામાં કાળિદાસભાઈ, વજાભાઈ, છોટાભાઈ વગેરે સત્સંગ કરતા અને આધ્યાત્મિક સાધના માટે પુરુષાર્થ કરતા હતા. એ દિવસોમાં એક વખત કોઈકના મરણ પ્રસંગે સ્મશાનમાં જઈ, પછી તળાવે નહાવા ગયા ત્યારે પોતાનું ધોતિયું ધોતાં ધોતાં કાળિદાસભાઈએ બાપુજીને આત્મસિદ્ધિની ગાથાઓ સંભળાવેલી અને પછી એમને યોગ્ય પાત્ર જાણી અધ્યાત્મસાધના તરફ વાળ્યા હતા અને સત્સંગ મંડળીમાં જોડાતાં છોટાલાલભાઈએ બાપુજીને બીજજ્ઞાનની પ્રાપ્તિ કરાવી હતી. ત્યાર પછી એ સાધનામાં સતત પુરુષાર્થ કરી બાપુજીએ આત્મસાક્ષાત્કાર કર્યો હતો.
બાપુજીની સાધના એકાંતમાં ગુપ્તપણે ચાલતી હતી, પરંતુ મુંબઈના શ્રી શાન્તિલાલ અંબાણીને આત્મજ્ઞાની પુરુષની શોધ કરતાં કરતાં બાપુજીનો મેળાપ થયો. બાપુજીએ પોતાના ગુરુ શ્રી છોટાલાલભાઈ વિદ્યમાન છે અને કલકત્તામાં રહે છે ત્યાં સુધી પોતે અજ્ઞાતવાસમાં જ રહેવા ઇચ્છે છે એમ જણાવેલું. પરંતુ છોટાલાલભાઈના સ્વર્ગવાસ પછી શાન્તિલાલભાઈના આગ્રહથી બાપુજીએ જાહેરમાં આવવાનું સ્વીકાર્યું. એમ થતાં ૧૯૭૬માં સાયલા ગામમાં સત્સંગ મંડળ ચાલુ થયું અને બાપુજીના ગુરુપદે સાધના માટે માર્ગદર્શન મળવા લાગ્યું. સાધકોની સંખ્યા ઉત્તરોત્તર વધતી જતી હોવાથી ૧૯૮૫માં ગામ બહાર, હાઈવે પાસે લગભગ પાંચ એકર જમીનમાં “શ્રી રાજ-સોભાગ આશ્રમ'ની સ્થાપના કરવામાં આવી, જેમાં જિનમંદિર, સ્વાધ્યાય હૉલ, ભોજનશાળા, સાધકોના નિવાસ માટેની સુવિધા, ગૌશાળા, બાપુજીની કુટિર, સોભાગમૃતિ વગેરેની રચના કરવામાં આવી અને એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org