________________
૨૭૦
વંદનીય હૃદયસ્પર્શ સ્વ. દલસુખભાઈ બિકાનેર, જયપુર, ખ્યાવર, અંજાર, અમદાવાદ, શાંતિનિકેતન, મુંબઈ એમ વિવિધ પ્રદેશોના વિવિધ સ્થળે એક-બે વર્ષ રહ્યા, પરંતુ ત્યાર પછી બનારસમાં પચીસેક વર્ષની ઉંમરે તેઓ ગયા અને ત્યાં લગભગ અઢી દાયકા સુધી રહ્યા. આરંભમાં તેઓ પંડિત સુખલાલજીના વાચક તરીકે કામ કરતા, પછીથી પંડિતજીને ગ્રંથ-સંપાદનમાં સહાય કરતા. ત્યાર પછી તેમણે સ્વતંત્ર સંપાદનો કર્યા. યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે એમની નિમણૂક થઈ અને તેઓ વર્ગો લેવા લાગ્યા. પંડિતજીના તેઓ પ્રીતિપાત્ર બન્યા. યુનિવર્સિટીમાં પણ તેમની વિદ્વત્તાની અને નિષ્ઠાની સુવાસ પ્રસરી અને પંડિતજી જ્યારે યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થઈને અમદાવાદ આવ્યા ત્યારે એમની જગ્યાએ, જૈનદર્શનના વિભાગના અધ્યક્ષ તરીકે દલસુખભાઈની નિમણૂક થઈ. આમ, બનારસ એમનું મહત્ત્વનું કાર્યક્ષેત્ર, એમના જીવનના મધ્યાહ્નકાળમાં બની રહ્યું હતું.
૧૯પરમાં કેન્દ્ર સરકારે પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટીની સ્થાપના કરી અને એના મંત્રીપદે દલસુખભાઈની વરણી કરી, કારણ કે તેઓ જૈનોની અર્ધમાગધી અને બૌદ્ધોની પાલી – એમ બંને પ્રકારની પ્રાકૃત ભાષાના પંડિત હતા. વળી બંને દર્શનોના ગ્રંથોના અભ્યાસી પણ હતા. આ સોસાયટીના કાર્ય નિમિત્તે તેઓ તેની કાર્યવાહક સમિતિના એક સભ્ય શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈના સંપર્કમાં આવ્યા. એ દિવસો દરમિયાન શેઠશ્રી પ. પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજના પણ ગાઢ સંપર્કમાં હતા. એમની પ્રેરણાથી જ્યારે એમણે અમદાવાદમાં ‘લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની સ્થાપના કરવાનું વિચાર્યું ત્યારે એના નિર્દેશક-ડિરેક્ટરના પદ માટે યોગ્ય વ્યક્તિ તરીકે પ. પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજ અને પંડિત સુખલાલજીની ભલામણથી પંડિત દલસુખભાઈની પસંદગી કરી હતી. દલસુખભાઈએ બનારસમાંથી નિવૃત્ત થઈ એ સ્થાન ગ્રહણ કર્યું અને સત્તર વર્ષ શોભાવ્યું અને એલ. ડી. ઈન્સ્ટિટ્યૂટને દેશવિદેશમાં એક ખ્યાતનામ સંસ્થા બનાવી દીધી. ઇન્સ્ટિટ્યૂટમાં એક ખ્યાતનામ સ્કૉલર ઉપરાંત કુશળ વહીવટકર્તા તરીકે પણ દલસુખભાઈની કામગીરી અત્યંત પ્રશસ્ય રહી હતી અને એથી જ ધારાધોરણ પ્રમાણે એમને નિવૃત્ત થવું પડ્યું તો પણ ટ્રસ્ટીઓએ એમની સલાહકારના પદે નિયુક્તિ કરી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org