________________
૨૭૧
પંડિત દલસુખભાઈ માલવણિયા
દલસુખભાઈ ઘણી જુદી જુદી સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેઓ પીએચ.ડી.ના માર્ગદર્શક હતા અને ઘણી યુનિવર્સિટીઓમાં પીએચ.ડી.ના પરીક્ષક હતા. મુંબઈ યુનિવર્સિટીમાં મારા માર્ગદર્શન હેઠળ શ્રીમદ્ રાજચંદ્ર વિશે તૈયાર થયેલી પ્રથમ થીસિસના પરીક્ષક તરીકે તેઓ હતા. તેમણે ટોરેન્ટો ઉપરાંત બર્લિનની યુનિવર્સિટીમાં અને પેરિસની યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું.
જૈન ધર્મ અને દર્શનની સાથે સાથે બૌદ્ધ ધર્મ અને દર્શનના ઊંડા તલસ્પર્શી અભ્યાસને લીધે એમનું નામ દર્શનશાસ્ત્રના વિદ્યાભ્યાસના ક્ષેત્રે પ્રસિદ્ધિ પામ્યું હતું. વળી વિદેશોની યુનિવર્સિટીઓમાં પણ એક અભ્યાસી અન્વેષક તરીકે એમનું નામ સુખ્યાત બન્યું હતું. આથી જ ૧૯૬૭માં કેનેડાની ટોરેન્ટો યુનિવર્સિટીના એશિયન સ્ટડિઝ વિભાગના પ્રોફેસર વૉર્ડરે એમને વિઝિટિંગ પ્રોફેસર તરીકે કેનેડા આવવા અને બૌદ્ધ દર્શન તથા અન્ય દર્શનો વિશે અધ્યાપનકાર્ય કરવા માટે નિમંત્રણ આપ્યું હતું. એમની વિદ્વત્તાની વિદેશની એક યુનિવર્સિટીએ આ રીતે કદર કરી હતી. આ નિમંત્રણ સ્વીકારીને તેઓ લગભગ સવા વર્ષ કેનેડામાં રહ્યા હતા અને ત્યાં પોતાના વિદ્યાભ્યાસની સુવાસ પ્રસરાવી હતી.
પંડિત દલસુખભાઈએ ગુજરાતી, હિંદી અને અંગ્રેજી એમ ત્રણે ભાષામાં લેખનકાર્ય કર્યું છે. સંશોધન, અનુવાદ, સંપાદન, ચિંતનાત્મક નિબંધ એમ વિવિધ પ્રકારનું લેખનકાર્ય એમણે કર્યું છે. એમાં “આત્મમીમાંસા', “જૈન ધર્મચિંતન', “પ્રમાણમીમાંસા', “જ્ઞાનબિંદુ’, ‘તર્કભાષા', “ન્યાયાવતાર કાર્તિકવૃત્તિ', “ભગવાન મહાવીર સ્વામીનો જીવનસંદેશ', “પંડિત સુખલાલજી', “આગમ યુગ કા જૈનદર્શન’ ઈત્યાદિ એમના ગ્રંથો સુવિદિત છે. એમણે એલ. ડી. ઈન્સ્ટિટ્યૂટના ઉપક્રમે “સંબોધિ' નામના સૈમાસિકનું સંપાદનકાર્ય પણ ઘણાં વર્ષો સુધી સંભાળ્યું હતું.
સંસ્કૃત, પ્રાકૃત, જૈનદર્શન અને બૌદ્ધ દર્શનના વિષયોનો ઊંડો અભ્યાસ કરવાના પરિણામે દલસુખભાઈ પાસે યુનિવર્સિટીની ડિગ્રી ન હોવાછતાં સમકક્ષ એવી “ન્યાયતીર્થ' વગેરે ડિગ્રી હોવાથી યુનિવર્સિટીની અનુસ્નાતક કક્ષાએ કામ કરવા મળ્યું હતું. એમની એ આગવી સિદ્ધિહતી કે શાળામાં મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા વગર, કૉલેજમાં અભ્યાસ કર્યા વગર, બી.એ. કે. એમ.એ.ની ડિગ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org