SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ૨ વંદનીય હદયસ્પર્શ હતા. ઘરની બહાર જવાનું એમને ગમે નહિ. ઘરનું ઘર વેચાઈ ગયું હતું, પરંતુ એમાં પોતે પતિપત્ની જીવે ત્યાં સુધી રહેવાની અદાલતે છૂટ આપી હતી. ૧૯૩૩માં એમનું અવસાન થયું તે પછી પિતાશ્રી અને એમના બીજા ત્રણે ભાઈઓ—એમ ચાર જણ વચ્ચે વહેંચવાનું હોય તો તે માત્ર ઘરવખરી જ હતી. પિતાશ્રીનાં માતુશ્રી અમથીબા અમારી સાથે રહે એમ નક્કી થયું હતું. મિલકતમાં રોકડ તો કંઈ હતી નહિ. અમૃતલાલ શેઠે – બાપાએ ચારે દીકરાઓને લખાણ કરી કાયદેસર ફારગતી આપી દીધી હતી કે જેથી પોતાના દેવા માટે દીકરાઓને કોઈ સતાવે નહિ. વહેંચણીમાં માત્ર ઘરવખરી હતી, પરંતુ મોટું ઘર એટલે ઘરવખરી ઘણી હતી. એમાં તપેલાં-તપેલી, થાળી-વાટકા વગેરે, તાંબા-પિત્તળનાં વાસણો, ગાદલાં, ઓશીકાં, ચાદરો, ખાટલા, ડામચિયા, ઘંટી, બંબા, સગડીઓ, અથાણાની કાચની બરણીઓ, ગોળ અને ચોરસ ફાનસો, ચીમનીઓ, હીંચકા, પાટ, લાકડાની ખુરશીઓ, માટીનાં માટલાં, ઘડા ઇત્યાદિ. ઘર હોય એટલે સેંકડો વસ્તુઓ હોય. સૂચના પ્રમાણે રોજ થોડી થોડી સરખી સરખી વસ્તુઓ ઘરમાંથી બહાર ફળિયામાં અમે છોકરાંઓ લાવીને મૂકીએ. વડીલો એના ભાગ પાડે. અને દરેક પોતાનો ભાગ પોતાને ઘરે લઈ જાય. એ વખતે પિતાશ્રી પોતાની પ્રકૃતિ અનુસાર કશું માગે નહિ કે કશા માટે આગ્રહ રાખે નહિ. જે આવે તે સ્વીકારી લે. એ વખતે ઘરે ગયા પછી રેવાબા પિતાશ્રીને ઢીલા સાદે કહે, ‘તમે કેમ કંઈ બોલતા નથી ? બધી સારી સારી વસ્તુઓ બીજા ભાઈઓ લઈ જાય છે અને તૂટેલી નકામી વસ્તુઓ આપણા ભાગમાં આવે છે.' પિતાજી કહેતા, “આપણે મોટું મન રાખવું. સારી સારી વસ્તુઓ લઈ જઈને જો તેઓ રાજી થતા હોય તો ભલે થાય. કોઈ ચીજવસ્તુ માટે ઝઘડા થાય એવું મને ગમતું નથી. આપણને અન્યાય થાય છે એ હું સમજું છું. પણ મને જે મળે એમાં સંતોષ છે.” આજે આટલે વર્ષે પણ એ દશ્યો મારી નજર સમક્ષ તરવરે છે. પિતાજી કશું બોલે નહિ, જે ભાગમાં આવે તે શાંતિથી લઈ લે. અને પછી એકાંત મળતાં બા-બાપુજીની સમાધાનભરી વાતો સાંભળવા મળે. અમે નાના હતા ત્યારે ઈરાનીઓની બહુ બીક રહેતી. અમે જુદા રહેવા લાગ્યા ત્યારે એક વખત પાદરામાં ઈરાનીઓ આવી ચડ્યા. ગામને પાદરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy