________________
પંડિત હીરાલાલ દુગ્ગડ
૧૬૫ એમણે બત્રીસ આગમનો ઘણો ઊંડો અભ્યાસ કર્યો હતો. તેઓ સાધુસાધ્વીઓને નિ:સ્વાર્થપણે, સેવાની ભાવનાથી અધ્યયન કરાવતા હતા. એટલા માટે તેઓ “શાસ્ત્રી' તરીકે ઓળખાતા હતા. તેમના હસ્તાક્ષર બહુ સરસ, મરોડદાર હતા. એ દિવસોમાં મુદ્રિત ગ્રંથો નહોતા. એટલે તેઓ પોતે સાધુસંતોને શાસ્ત્રગ્રંથોની હસ્તપ્રતોની નકલ કરી આપતા. આગમોના પોતાના ઊંડા અભ્યાસને કારણે એમની પ્રતિષ્ઠા પંજાબમાં ત્યારે એટલી મોટી હતી કે કોઈ પણ સાધુસંતને જૈન ધર્મ વિશે કંઈ પણ શંકા થાય અથવા વિશેષ જાણવું હોય તો તે વિશે કર્મચંદ્ર શાસ્ત્રીને પૂછતા અને છેવટે એમનો જવાબ માન્ય રહેતો.
પંજાબમાં એ વખતે સ્થાનકવાસી અગ્રણી સાધુઓમાં બુટેરાયજી મહારાજનું નામ ઘણું પ્રખ્યાત હતું. તેઓ પણ કર્મચંદ્ર શાસ્ત્રી પાસે ઘણી વાર અધ્યયન કરવા અથવા પોતાની શંકાઓનું સમાધાન કરવા માટે આવતા. શાસ્ત્રોના ઊંડા અધ્યયનને લીધે કર્મચંદ્ર શાસ્ત્રીને એવી ખાતરી થઈ ગઈ હતી કે જિનપ્રતિમાનો નિષેધ સ્થાનકવાસી પરંપરા દ્વારા ખોટી રીતે થયો છે. એ અંગે એમણે તટસ્થ ભાવે બધા આગમોનો અને અન્ય ગ્રંથોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો. એથી એમને દેઢ શ્રદ્ધા થઈ કે જિનપ્રતિમા અને તેની પૂજા જૈનધર્મને સંપૂર્ણપણે માન્ય છે. બત્રીસ આગમોની પોથીઓમાં જિનપ્રતિમાના પાઠ જાણી-જોઈને છેકી નાખવામાં કે બદલી નાખવામાં આવેલા છે. આ વિષયમાં એમણે શ્રી બુટેરાયજી મહારાજ સાથે નિખાલસ ચર્ચા કરી. બુટેરાયજી મહારાજને પોતાને પણ કેટલાક સંશયો થયા હતા. એથી જ બુટેરાયજી મહારાજને જિનપ્રતિમાની પૂજા તરફ વાળવામાં મુખ્યત્વે કર્મચંદ્ર શાસ્ત્રીનો ફાળો હતો.
કર્મચંદ્ર શાસ્ત્રી બાર વ્રતધારી શ્રાવક હતા. પૂ. બુટેરાયજી મહારાજ ગુજરાતમાં જઈ શ્વેતામ્બર મૂર્તિપૂજક પરંપરામાં નવેસરથી સંવેગી દીક્ષા ધારણ કર્યા પછી જ્યારે પંજાબમાં પાછા ફર્યા અને મૂર્તિપૂજાનો ઉપદેશ આપવો શરૂ કર્યો ત્યારે સ્થાનકવાસી શ્રાવકોમાંથી બુટેરાયજી મહારાજના પ્રથમ અનુયાયી કર્મચંદ્ર શાસ્ત્રી બન્યા હતા. કર્મચંદ્ર શાસ્ત્રીને બુટેરાયજી મહારાજ પાસે નિર્ભયતાપૂર્વક અને નિષ્ઠાપૂર્વક જાહેરમાં સ્વીકારેલા મૂર્તિપૂજક ધર્મનો પ્રભાવ ઘણો મોટો પડ્યો. એને લીધે પંજાબમાં અસંખ્ય સ્થાનકવાસી કુટુંબોએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org