________________
૧૬૪
વંદનીય હૃદયસ્પર્શ હીરાલાલને પોતાને પણ એમાં બહુ રસ પડતો ન હોવાથી તેમજ હીરાલાલને ખાવાપીવાના ખર્ચ સાથે શિષ્યવૃત્તિ મળતી હોવાથી છેવટે કૉલેજના અભ્યાસ માટે એમને મોકલવાનું નક્કી થયું. ગુજરાનવાલાની આત્માનંદ જૈન ગુરુકુળની કૉલેજમાં તેઓ દાખલ થયા. ત્યાં પાંચ વર્ષ સુધી રહીને એમણે સંસ્કૃત ભાષાસાહિત્ય, વ્યાકરણ વગેરેનો અભ્યાસ કર્યો. એમણે સ્નાતકની પદવી મેળવી. તદુપરાંત એમણે જૈન આગમ સાહિત્ય તથા દર્શનશાસ્ત્રનો અભ્યાસ પણ કર્યો. એ કરીને એમણે વિદ્યાભૂષણ'ની ઉપાધિ પ્રાપ્ત કરી. આ રીતે એમણે સંસ્કૃત ઉપરાંત પ્રાકૃત ભાષાનો પણ સંગીન અભ્યાસ કર્યો. તદુપરાંત જેમ જેમ અનુકૂળતા મળતી ગઈ તેમ તેમ એમણે હિન્દી, બંગાળી, ગુજરાતી, પંજાબી, ઉર્દૂ, અંગ્રેજી વગેરે ભાષાઓનો પણ સરસ અભ્યાસ કર્યો. આ રીતે યુવાન હીરાલાલ સમર્થ “શાસ્ત્રી' થયા.
હીરાલાલે ત્યારબાદ એકાદ વર્ષ પછી કલકત્તા યુનિવર્સિટીની સંસ્કૃત ભાષાના વિષયની “ન્યાયશાસ્ત્ર'ની પરીક્ષા આપી. તેમાં સારા માર્કસ મેળવી પાસ થતાં એમને “ન્યાયતીર્થની ઉપાધિ મળી હતી. ત્યાર પછી બીજે વર્ષે એમણે વડોદરામાં ગાયકવાડ સરકારે સ્થાપેલી સેન્ટ્રલ લાઇબ્રેરીના વિષયને લગતી પરીક્ષા પસાર કરી. ત્યાર પછી એમણે અજમેરમાં યોજાયેલી વસ્તૃત્વસ્પર્ધામાં ભાગ લઈ સરસ વ્યાખ્યાન આપ્યું. એમાં ઘણી સારી સફળતા પ્રાપ્ત કરવા માટે અજમેરમાં ભરાયેલી અખિલ ભારતીય વિદ્ધદુ પરિષદમાં એમને “વ્યાખ્યાન દિવાકર'નું બિરુદ આપવામાં આવ્યું. આમ, વિદ્યાના ક્ષેત્રે પંડિત હીરાલાલ શાસ્ત્રીની ઉત્તરોત્તર ચડતી થવા લાગી.
પં. હીરાલાલને ધાર્મિક વારસો એમના દાદા મથુરાદાસજી શાસ્ત્રી પાસેથી તથા વિશેષતઃ દાદાના મોટાભાઈ કર્મચંદ્ર (કરમચંદ) શાસ્ત્રી પાસેથી મળ્યો હતો. પંજાબમાં એ દિવસોમાં જૈનધર્મ અને શાસ્ત્રજ્ઞાનના ક્ષેત્રે કર્મચંદ્ર શાસ્ત્રીનું નામ ઘણું જ મોટું હતું. કર્મચંદ્રનો જન્મ અને ઉછેર ગુજરાનવાલામાં થયો હતો. યુવાન વયે તેઓ પોતાના પિતાના સોનાચાંદીના શરાફીના વ્યવસાયમાં જોડાયા હતા. કર્મચંદ્ર સ્વભાવથી જ અત્યંત પ્રામાણિક હતા. સોનાચાંદીના વ્યવસાયમાં તેઓ ભાવતાલમાં કે ધાતુના મિશ્રણમાં જરા પણ અપ્રામાણિકતા કરતા નહિ. તેઓ તથા ગુજરાનવાલાના બધા જ જૈનો ઢંઢક મતસ્થાનકવાસી માર્ગને અનુસરતા હતા. કર્મચંદ્રજી સ્થાનકવાસી હતા. એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org