________________
૧૬૬
વંદનીય હૃદયસ્પર્શ
મૂર્તિપૂજા સ્વીકારી. વખત જતાં શ્રી આત્મારામજી તથા શ્રી વલ્લભસૂરિ મહારાજના સદુપદેશથી સમગ્ર પંજાબમાં જૈન કોમમાં ઘણી મોટી ક્રાંતિ થઈ હતી. આ ક્રાંતિના આદ્ય પ્રણેતાઓમાં સાધુઓમાં જેમ બુટેરાયજી મહારાજ હતા તેમ શ્રાવકોમાં કર્મચંદ્ર શાસ્ત્રી હતા.
ગુજરાનવાલાનગરમાં
આમ, હીરાલાલને પોતાના દાદા મથુરાદાસજીના મોટાભાઈ કર્મચંદ્ર શાસ્ત્રી પાસે નિયમિત બેસીને જૈન ધર્મનું અધ્યયન કરવાની સારી તક સાંપડી હતી. કર્મચંદ્ર શાસ્ત્રીના સંયમશીલ જીવન અને શાસ્ત્રીય અધ્યયનનો પ્રભાવ તેમના ઉપર ઘણો મોટો પડ્યો હતો. વળી પોતાના બાર વ્રતધારી દાદા મથુરાદાસજીના જીવનની અસર પણ હીરાલાલ ઉપર ઘણી બધી પડી હતી. આથી જ યુવાનીમાં પ્રવેશતાં હીરાલાલને વેપારધંધો કરી સારું ધન કમાવામાં રસ પડ્યો ન હતો, પરંતુ શાસ્ત્રગ્રંથોનું અધ્યયન કરવામાં, સાહિત્યગ્રંથોનું વાંચન કરવામાં અને લેખનકાર્ય કરવામાં વધુ રસ પડ્યો હતો. તેઓ જાણતા હતા કે વિદ્યાના ક્ષેત્રે અર્થપ્રાપ્તિ ખાસ થવાની નથી અને સાદાઈથી જીવન જીવવું પડશે, પરંતુ તેઓ તે માટે મનથી સજ્જ થઈ ગયા હતા અને એક પંડિત શાસ્ત્રી તરીકે પોતાની કારકિર્દીને વિકસાવવા ઇચ્છતા હતા. ઊગતી યુવાનીમાં ધન તરફ ન આકર્ષાવું એ સરળ વાત નથી. જ્ઞાનસંપત્તિનો સાચો પરિચય જેને હોય તે જ વ્યક્તિ ભૌતિક સંપત્તિ પ્રત્યે ઉદાસીન રહી શકે.
આમ, હીરાલાલનું મન વાસણના કે અનાજના વેપારમાં રહ્યું નહિ. બીજી બાજુ અનાજની દલાલીમાં સરખી કમાણી ન થતાં ચૌધરી દીનાનાથે પોતાનો એ વ્યવસાય બંધ કર્યો. ત્યારપછી તેઓ તથા તેમના દીકરાઓ ગુજરાનવાલામાં જુદી જુદી નોકરીએ લાગી ગયા. બજારની કોઈ નોકરી કે કારકુની કરવા કરતાં વિદ્યાવ્યાસંગ દ્વારા પંડિત કે શાસ્ત્રી તરીકે જે કંઈ આજીવિકા પ્રાપ્ત થાય તેમાં પોતાનું ગુજરાન સંતોષપૂર્વક ચલાવવાનું હીરાલાલે નક્કી કર્યું. એમના એ જમાનામાં આ રીતે જીવનનિર્વાહ ક૨વો એ ઘણી કપરી વાત હતી. એમ છતાં પં. હીરાલાલ પોતાના સંકલ્પમાંથી જીવનભર ચલિત થયા નહોતા. સાધારણ આવકને કારણે પોતાની જીવનશૈલી પણ એમણે એટલી સાદાઈભરી કરી નાખી હતી. હાથે ધોયેલાં સાદાં વસ્ત્રો તેઓ પહેરતા. કરકસરભર્યું જીવન તેઓ ગુજારતા. પોતાનાં લેખો, ગ્રંથો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org