________________
મૂળશંકર મો. ભટ્ટ
૧૦૩
હતાં. હું ત્યારે મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ભણાવતો હતો. મારાં પત્ની મુંબઈની સોફિયા કૉલેજમાં ભણાવતાં હતાં. સંજોગવશાત્ અમારાં બે નાનાં સંતાનોને સાથે લઈ જવાં પડ્યાં હતાં. ચિ. શૈલજા ત્યારે ત્રણેક વર્ષની હતી અને ચિ. અમિતાભ દસેક મહિનાનો હતો. મારાં પત્ની પણ અધ્યાપિકા હોવાથી સંમેલનની બધી સભાઓમાં હાજર રહેવાની એમની ઇચ્છા હતી, પરંતુ બંને બાળકોને સાચવવાનાં હોવાથી બધી સભાઓમાં ઉપસ્થિત રહેવાનું એમને માટે શક્ય નહોતું.
પરંતુ સભાને દિવસે સવારે, અમારી સમસ્યાનું અનુમાન કરીને, સાડા છ વાગે મૂળશંકરભાઈ અમારા ઉતારે આવ્યા ને કહ્યું, “તારાબહેન, તમારાં બાબા-બેબીને મને સોંપી દો. અત્યારે મારો ફરવાનો સમય છે. બંનેને લઈ જાઉં છું. વળી તમે સભામાં નિશ્ચિત મને જજો. બાળકોને હું સાચવીશ.” મારાં પત્નીએ કહ્યું, “અમારાં બાળકો નાનાં છે. તમારાથી અજાણ્યાં છે. અને એમ જલદી કોઈની પાસે જતાં નથી.”
,,
મૂળશંકરભાઈ એ કહ્યું, “તમે એ મારા ઉપર છોડી દો.” એમ કહી એમણે અમારા દીકરાને તેડી લીધો અને દીકરીને આંગળીએ લીધી. કોઈ એવા અપાર વાત્સલ્યથી એવા બે-ચાર શબ્દો બાળકોને કહ્યા કે બંને બાળકો કંઈ પણ આનાકાની કર્યા વગર એમની સાથે ચાલ્યાં. અમે તો જોતાં જ રહ્યાં. કલાક પછી મૂળશંકરભાઈ, બંને બાળકોને લઈને અમારી પાસે આવી પહોંચ્યા. બાળકો સ્વસ્થ અને પ્રસન્ન હતાં, એ જોઈ મૂળશંક૨ભાઈની વાતની અમને ખાતરી થઈ. બાળકોને શું શું ખાવાપીવાનું અમે આપીએ છીએ તે જાણીને ફરી પાછા બંને બાળકોને લઈને તેઓ ફરવા ગયા. અમે સભામાં પહોંચ્યાં.
સભા પૂરી થઈ ત્યારે અમે મૂળશંકરભાઈ પાસે પહોંચ્યાં. બાળકોએ એમને જરા પણ પજવ્યાં નહોતાં એ જાણી અમને આનંદ થયો. પરંતુ વિશેષ આશ્ચર્ય તો એ થયું કે મારાં પત્નીએ ચિ. અમિતાભને લેવા માટે હાથ લંબાવ્યો ત્યારે મૂળશંક૨ભાઈના હાથમાંથી આવવા માટે એ આનાકાની કરવા લાગ્યો.
બાળમાનસને સમજવાની અને બાળહૃદયને જીતી લેવાની અપૂર્વ કળા મૂળશંકરભાઈ પાસે હતી એની ત્યારે અમને સચોટ પ્રતીતિ થઈ. પછીથી તો સંમેલનના ત્રણેય દિવસ સભાના સમયે અમારાં બાળકોને વખતોવખત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org