________________
૧૦૪
વંદનીય હૃદયસ્પર્શ સાચવવાની જવાબદારી મૂળશંકરભાઈએ જ લઈ લીધી, એટલું જ નહિ, વચ્ચે વચ્ચે અમારાં બાળકોને પોતાની પાસે રાખીને તેઓ પણ સભામાં થોડો થોડો વખત આવીને બેસતા. એ વખતે બંને બાળકોને એમની પાસે સભામાં શાંત બેઠેલાં જોઈને અમે સાનંદાશ્ચર્ય અનુભવ્યું હતું. બાળવત્સલ મૂળશંકરભાઈનો ત્યારે અમને વિશિષ્ટ પરિચય થયો હતો.
કેટલાંક વર્ષ પહેલાં મુંબઈની એક સંસ્થા તરફથી જુદા જુદા ધર્મની કથાઓ તૈયાર કરવાની એક યોજના વિચારાઈ હતી અને તેની જવાબદારી મૂળશંકરભાઈને સોંપવામાં આવી હતી. એ પ્રસંગે જૈન ધર્મની કઈ કઈ કથાઓ પસંદ કરવા યોગ્ય છે તેની વિચારણા કરવા માટે મુંબઈમાં મારે એમને વારંવાર મળવાનું થતું. કેટલીક કથાઓ લખવાની જવાબદારી મને પણ સોંપવામાં આવી હતી. તે વખતે માત્ર જૈન ધર્મની જ નહિ, જુદા જુદા ધર્મોની ઘણી કથાઓની ચર્ચા તેમની સાથે થતી. તે વખતે એમના વિશાળ વાંચનઅધ્યયનની પ્રતીતિ થતી. આ યોજનાને નિમિત્તે પણ પોતે ન વાંચી કે સાંભળી હોય એવી કેટલીયે કથાઓ તેમને જાણવા મળતી અને તેના ઊંડા ગર્ભિત રહસ્ય વિશે એમની સાથે મારે ચર્ચા થતી.
સાહસિક પ્રવાસ અને શોધસફરના સાહિત્ય વિશે પણ અમારે કેટલીક વાર વાતો થતી. “એવરેસ્ટનું આરોહણ' નામનું મારું પુસ્તક એમણે વાંચ્યું હતું, પરંતુ ઉત્તધ્રુવની શોધસફર' નામનું મારું પુસ્તક એમણે વાંચ્યું નહોતું. મેં એમને એક નકલ આપી અને ત્રણેક દિવસમાં જ તેઓ આખું દળદાર પુસ્તક સળંગ વાંચી ગયા અને પોતાનો આનંદોલ્લાસ વ્યક્ત કર્યો હતો. ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારનાં પુસ્તકોમાં રસ ઓછો થતો જાય છે એ માટે એમણે પોતાનો ખેદ પણ વ્યક્ત કર્યો હતો.
મૂળશંકરભાઈએ ઉત્તર ધ્રુવની શોધસફર કરનાર એક પાશ્ચાત્ય લેખકના પુસ્તકનો અનુવાદ “ધરતીના મથાળે' નામથી કર્યો હતો તે વિશે વાત નીકળી. મેં કહ્યું, “આપે ગુજરાતીમાં અનુવાદ કર્યો તે પહેલાં એ ગ્રંથ અંગ્રેજીમાં મેં વાંચી લીધો હતો. “ઉત્તર ધ્રુવની શોધસફર' પુસ્તક લખતાં પહેલાં મેં એ વિષયનાં અનેક પુસ્તકો વાંચ્યાં છે. ધ્રુવ સાહિત્ય- Polar Literature માટે યુરોપના કેટલાક દેશોની લાયબ્રેરીઓમાં જુદો વિભાગ છે અને તેમાં ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની સાહસ-સફર વિશે સાહસિકોએ લખેલાં પોતાનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org