________________
૨૦૨
વંદનીય હૃદયસ્પર્શ દરજ્જો આપ્યો. અમારો સંબંધ ગાઢ થતો ગયો. ઘરે જવા-આવવાનું પણ ચાલુ થયું.
શાળામાંથી પસાર થઈ ગયેલા કોઈ કોઈ વિદ્યાર્થીઓ સાથે મોગલસાહેબ ઘરે જવા-આવવાનો પ્રેમભર્યો નિઃસ્વાર્થ સંબંધ બાંધતા. તેઓ મારા ઘરે ઘણી વાર સહકટુંબ આવવા લાગ્યા. અમારો ગુરુ-શિષ્યનો સંબંધ હવે કૌટુંબિક સંબંધમાં પરિણમ્યો. ક્યારેક સાહેબ બહારગામ હોય તો એમનાં પત્ની સુલોચનાબહેન એટલા જ પ્રેમથી અમને આવકારે કે સાહેબની ગેરહાજરી અમને લાગે નહિ. દિવાળીના દિવસે સાહેબ અચૂક અમારા ઘરે આવ્યા હોય, દર બેસતા વર્ષના દિવસે અમે તેમના ઘરે અવશ્ય પગે લાગવા જઈએ. આ અમારો કાયમનો શિરસ્તો બની ગયો હતો.
શાળા છોડ્યા પછી મારે સાહેબ સાથે નિકટના પરિચયમાં આવવાનું નિમિત્ત તો એક ગ્રંથનું લેખનકાર્ય હતું. ૧૯૫૫માં એક દિવસ એમનો સંદેશો આવ્યો. હું ઘરે મળવા ગયો. એમણે કહ્યું, “મુંબઈ સરકારના કેળવણી ખાતામાં વિશેષ વાંચન તરીકે મંજૂર કરાવવા માટે પુસ્તકો સોંપવાનાં છે. અમારા પબ્લિશર્સ મેસર્સ કરસનદાસ ઍન્ડ સન્સ (સૂરત) તરફથી એક પુસ્તક સુપ્રત કરવાનું છે. એવરેસ્ટ ઉપર પુસ્તક લખાવવાનો વિચાર કર્યો છે. એ પુસ્તક તમે લખી આપો.'
મેં સાહેબની એ દરખાસ્ત સ્વીકારી પુસ્તક લખવું ચાલુ કર્યું. એ પુસ્તક લખવા માટે આધાર તરીકે જોઈતાં અંગ્રેજી પુસ્તકો તથા ઈતર ઘણી સામગ્રી એમણે એકઠી કરી આપી અને “એવરેસ્ટનું આરોહણ' નામનું મારું પુસ્તક મુંબઈ સરકારના કેળવણી ખાતાએ મંજૂર કર્યું. ત્યારથી મોગલસાહેબના ઘરે જવાનું ઘણું વધી ગયું. એમના અંતરંગ સંબંધમાં આવવાનું થયું. તેઓ પોતાના પુત્રની જેમ મને ગણતા, પોતાની અંગત વાતો કરતા અને મુંબઈના સાહિત્યિક જગત વિશે અંગત અભિપ્રાય પણ વ્યક્ત કરતા.
એવરેસ્ટનું આરોહણ' લખતી વખતે મેં જોયું કે કરસનદાસ એન્ડ સન્સનાં અને એન. ડી. મહેતાની કંપનીનાં ઘણાં પુસ્તકોનાં મુદ્રણની જવાબદારી મોગલસાહેબ સ્વીકારતા. કાગળ, ટાઈપ, લે-આઉટ, મથાળાં, ચિત્રોનો બ્લૉક ઇત્યાદિ બધી જ વસ્તુઓ તેઓ ઝીણી નજરે તપાસતા. એક પણ ભૂલ વગરનું, સરસ મુદ્રણવાળું, હાથમાં લેતાં જ ગમી જાય તેવું પુસ્તક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org