________________
ઈન્દ્રજિત મોગલ
૨૦૩ તૈયાર કરવું એ મોગલસાહેબની એક શોખની પ્રવૃત્તિ હતી. તેમની ચીવટ કેટલી બધી હતી તેની “એવરેસ્ટનું આરોહણ'ના પ્રકાશનના પ્રસંગે પ્રતીતિ થઈ હતી. “એવરેસ્ટનું આરોહણ'નાં જોઈ, સુધારીને હું સાહેબને આપતો. મારા તપાસેલાં પ્રફ પછી સાહેબ પોતે જોઈ જતા અને એમાં લાલ પેનથી ભૂલો સુધારતા. એ વખતે મારા તપાસેલાં મૂફમાં ઘણા બધા લાલ સુધારા જોઈ હું તો ચમકી ગયેલો કે આટલી બધી ભૂલો કેવી રીતે રહી ગઈ હશે ! પરંતુ બરાબર જોયું તો સમજાયું કે એ ભૂલો જોડણીની ન હતી, કંપોઝિંગની હતી. કાનો કે માત્રા અવળા મુકાઈ ગયાં હોય, ટાઇપ ઘસાયેલો કે જરા તૂટેલો વપરાયો હોય, સરખો લાગે છતાં કોઈ રોંગ ફેઈસનો ટાઈપ હોય, બે ટાઈપ વચ્ચે કે બે શબ્દો વચ્ચે માપ કરતાં વધારે-ઓછી જગા રખાઈ હોય, અનુસ્વાર બરાબર ઊઠ્યો ન હોય – ઇત્યાદિ એટલું બધું ઝીણી નજરે તેઓ જોતા કે પ્રથમ નજરે આપણને જે ભૂલ ન દેખાઈ હોય તે વર્ષોના મહાવરાથી તેઓ તરત પકડી પાડતા.
મોગલસાહેબે મને લેખનના ક્ષેત્રમાં પ્રવેશ કરાવ્યો એટલા માટે એવરેસ્ટનું આરોહણ' પુસ્તક મેં એમને અર્પણ કર્યું હતું. પછીથી તો મારા લેખનકાર્યમાં તેઓ સતત રસ લેતા રહ્યા હતા. કેટલાંક વર્ષ પહેલાં “Buddhism - An Introduction' નામનું મારું પુસ્તક તૈયાર થયું ત્યારે એના મુદ્રણકાર્યની બધી જ જવાબદારી એમણે પ્રેમથી સહર્ષ ઉઠાવી લીધી હતી.
મોગલસાહેબે શાળામાંથી નિવૃત્ત થયા પછી મુદ્રણકાર્યને પોતાના શોખની એક મોટી પ્રવૃત્તિ બનાવી દીધી હતી. રોજ સવારે ગ્રાન્ટ રોડના ઘરેથી ચાલતાં ચર્નિરોડ સ્ટેશન પાસે આવેલા પોતાના મિત્રના એક પ્રેસમાં તેઓ પહોચે. સવારના નવથી સાડા દસ સુધી તેઓ અચૂક ત્યાં બેઠા જ હોય. મેટર સુધારે, પ્રૂફ તપાસે અને કામ વધ્યું હોય તો ઘરે પણ લઈ જાય. જુદી જુદી સંસ્થાઓ કે વ્યક્તિઓનાં પુસ્તકોનાં કામ, મહેનતાણાની કાંઈ પણ અપેક્ષા વગર, પ્રેમથી તેઓ કરી આપતા. મોગલસાહેબને કોઈ કામ સોંપવા જાય અને એમણે ના પાડી હોય એવું ભાગ્યે જ બનતું. કંઈ પણ મહેનતાણું લીધા વિના તેઓ હર્ષપૂર્વક કામ કરી આપે, તેમ છતાં એમનામાં ચોકસાઈ અને જવાબદારીનું ભાન એટલું જ. નિશ્ચિત સમયે એમનું કામ થયું જ હોય. એમને સોપેલા કામ માટે પૂરેપૂરો આધાર રાખી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org