________________
ઇન્દ્રજિત મોગલ
૨૦૧ વગેરે નાની નાની વ્યવહારુ બાબતો વિશે પણ તેઓ ચીવટપૂર્વક શીખવતા. મુંબઈની અન્ય કોઈ શાળામાં આવી વસ્તુઓ શીખવવામાં આવતી નહિ. વળી અમારી એટલી નાની ઉંમરે દરેકની પોતાની સહી (Signature) કેવી હોવી જોઈએ તે બતાવી તેનો મહાવરો કરાવ્યો હતો. મુંબઈમાં વેધશાળા, સરકારી ટંકશાળા, મ્યુઝિયમ, જનરલ પોસ્ટ ઑફિસ, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા પ્રેસ, મ્યુનિસિપલ કૉર્પોરેશન, બોરીબંદર રેલવે સ્ટેશન, પોર્ટ ટ્રસ્ટ, જીમખાનું, ટાઉન હૉલ વગેરે મહત્ત્વનાં સ્થળોની મુલાકાતે તેઓ લઈ જતા અને દરેકની કાર્યવાહી વિગતવાર સમજાવતા. આથી બાબુ પનાલાલ સ્કૂલનો ચોથા ધોરણના વિદ્યાર્થી મુંબઈના સરેરાશ વિદ્યાર્થી કરતાં વધુ જાણકાર અને સુસજ્જ રહેતો.
મોગલસાહેબ વર્ગમાં બહુ જ કડક હતા, પરંતુ એટલા જ ભલા હતા. અંગ્રેજી ચોથા ધોરણમાં હું નવા વિદ્યાર્થી તરીકે દાખલ થયેલો એટલે સાહેબના કડક સ્વભાવની વાત સાંભળી ગભરાતો હતો. શરૂઆતમાં એક દિવસ એમણે આપેલી કવિતા બરાબર પાકી નહિ થઈ શકી, મોઢે બોલવામાં ભૂલ પડી કે તરત જ કડક અવાજે એમણે ગુસ્સામાં કહ્યું : “બેન્ચ પર ઊભા થાઓ.” હું બેન્ચ પર ઊભો થયો. એમણે કહ્યું. “આખું વર્ષ મારા પિરિયડમાં બેન્ચ પર ઊભા ઊભા ભણવું પડશે.”
આટલી બધી કડક શિક્ષાથી હું તો એકદમ ઢીલો થઈ ગયો. મારી જેમ બીજા પણ છ-સાત વિદ્યાર્થીઓને એ જ પ્રમાણે શિક્ષા થઈ. ભણાવતાં ભણાવતાં પાંચેક મિનિટ વીતી હશે ત્યાં તેમણે કહ્યું, “બેસી જાવ. પણ હવે જો ભૂલ પડશે તો આખું વર્ષ બેન્ચ ઉપર ઊભા રહેવું પડશે.” ત્યારથી અમે બધા મોગલસાહેબના પિરિયડમાં બહુ ચીવટથી અભ્યાસ કરતા થઈ ગયા હતા.
૧૯૪૪માં મેં મેટ્રિકની પરીક્ષા આપી ત્યાં સુધી મોગલસાહેબ સાથે એમના વિદ્યાર્થી તરીકે ગાઢ પરિચય રહ્યો. કૉલેજમાં દાખલ થયા પછી શાળા સાથેનો સંપર્ક દિવસે દિવસે ઓછો થતો ગયો. સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અભ્યાસ કરીને બી.એ. અને એમ.એ.ની પરીક્ષા મેં આપી અને એ જ કૉલેજમાં લેક્ઝરર તરીકે હું જોડાયો. ત્યારથી મોગલસાહેબ સાથેનો પરિચય ફરી પાછો તાજો થયો. શાળામાં હતો ત્યારે વર્ગના ઘણા વિદ્યાર્થીઓમાંના એક વિદ્યાર્થી તરીકે પરિચય હતો. હવે તેમણે મને એક વિદ્યાર્થીમિત્રનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org