________________
૨OO
વંદનીય હૃદયસ્પર્શ સાધનોને કારણે પ્રતીતિ થતી. મુંબઈ યુનિવર્સિટી તરફથી લેવાતી મેટ્રિકની પરીક્ષામાં પહેલા દસ વિદ્યાર્થીઓમાં બાબુ પનાલાલના વિદ્યાર્થીઓ વખતોવખત ઝળકતા. એથી અમારી શાળા ભારે પ્રખ્યાત થઈ ગઈ હતી એનું અમને ગૌરવ હતું.
| મોગલસાહેબ અમને અંગ્રેજી તો સરસ ભણાવતા, પણ સાથે સાથે પોતાના વિદ્યાર્થીઓને સારી ટેવો પડે તથા તેમના પર સારા સંસ્કાર પડે તે માટે તેઓ ખૂબ ચીવટ રાખતા. દરેક વિદ્યાર્થીના અક્ષર સારા હોવા જોઈએ. તે માટે અમને મહાવરો કરાવતા. એમણે કૉપીબુક કાઢેલી તે અમને ચાલતી, ગુજરાતી, અંગ્રેજી અને દેવનાગરી – એ ત્રણમાં એમના પોતાના અક્ષર પણ મોતીના દાણા જેવા હતા; મોગલસાહેબના અક્ષર ક્યારેક તો બરાબર છાપેલા જેવા લાગે. ઉંમર વધતાં એમના અક્ષર જરા પણ બગડ્યા નહોતા. ત્રીસ વર્ષની ઉંમરે એમના જેવા અક્ષર હતા તેવા જ અક્ષર છોતેર વર્ષની વયે પણ રહ્યા હતા. અક્ષર જોતાં જ અમને ખબર પડે કે આ મોગલસાહેબના અક્ષર છે.
શાળામાં વર્ષના પહેલા દિવસથી જ સાહેબે અમને કેટલીક સૂચનાઓ આપી દીધી હતી, જેમ કે (૧) દરેક વિદ્યાર્થીના ખીસ્સામાં હાથરૂમાલ હોવો જ જોઈએ. (૨) ખીસ્સામાં નાનકડી પોકેટ-ડિક્ષનરી હોવી જ જોઈએ. (૩) દરેક પાસે પેન્સિલ, રબર અને સંચો હોવાં જોઈએ. (૪) હાથના અને પગના આંગળાઓના નખ બરાબર કાપેલા અને સ્વચ્છ હોવા જોઈએ. (૫) માથું તેલ નાખીને બરાબર ઓળેલું હોવું જોઈએ તથા ખીસ્સામાં નાનો કાંસકો હોવો જોઈએ. (૬) યુનિફૉર્મનાં શર્ટ અને પેન્ટ ઉપર એક પણ ડાઘ ન હોવો જોઈએ, બધાં બટન બરાબર હોવાં જોઈએ તથા બૂટ-ચંપલ સ્વચ્છ અને ચકચકિત હોવાં જોઈએ. આ બધા નિયમો માટે જુદા માર્ક્સ હતા. રોજેરોજ વર્ગમાં પહેલી પાંચ મિનિટ આ નિયમો પ્રમાણે તપાસ કરી માર્કસ આપવા માટે રાખવામાં આવી હતી. મોગલ સાહેબે પાડેલી એ સુટેવોનો લાભ વર્ષો સુધી ઘણા વિદ્યાર્થીઓને મળ્યો છે.
પોતાના વિદ્યાર્થીઓ ભણવામાં તેમજ સામાન્ય જ્ઞાનમાં બીજી શાળાના વિદ્યાર્થીઓ કરતાં ચડિયાતા બને તે માટે તેઓ બીજી ઘણી વસ્તુઓ પણ શીખવતા. એટલી નાની ઉંમરે અમને તાર કે મનીઑર્ડર કેમ કરવાં, પોસ્ટકાર્ડમાં કેમ વ્યવસ્થિત લખવું, ટપાલની ટિકિટ ક્યાં કેટલા અંતરે ચોડવી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org