________________
૧૫ ઈશ્વર પેટલીકર
સુપ્રસિદ્ધ ગુજરાતી નવલકથાકાર અને વાર્તાકા૨ શ્રી ઈશ્વર પેટલીકર એક સૌજન્યશીલ, સંસ્કારી, નિખાલસ, લોકપ્રિય સાહિત્યકાર અને દૃષ્ટિસંપન્ન સમાજસેવક હતા.
પેટલીકરનો પરિચય મને સૌપ્રથમ ઈ.સ. ૧૯૪૮માં જૂનાગઢની સાહિત્ય પરિષદ નિમિત્તે થયો હતો. તે સમયે હું મુંબઈમાં એમ.એ.નો અભ્યાસ કરતો વિદ્યાર્થી હતો. સાથે સાથે ‘સાંજ વર્તમાન' નામના દૈનિકના તંત્રી વિભાગમાં હું નોકરી કરતો હતો. ‘સાંજ વર્તમાન’ના પ્રતિનિધિ તરીકે મારે જૂનાગઢ સાહિત્ય પરિષદમાં જવાનું હતું. એ દિવસોમાં ‘નવચેતન’માં હાસ્યરસની કટાર જેઓ લખતા તે મૂળરાજ અંજારિયા મારા વડીલ મિત્ર હતા. એમની સાથે જૂનાગઢ જવા હું મુંબઈથી નીકળ્યો ત્યારે આણંદ સ્ટેશનેથી ખમીસ, કોટ અને ધોતિયું પહેરેલા ત્રીસેક વર્ષના એક સજ્જન અમારા ડબ્બામાં ચઢ્યા. મૂળરાજ બોલકણા બહુ, અવાજ પણ મોટો. એટલે અમે સાહિત્ય પરિષદમાં જઈએ છીએ એની જાણ આસપાસના મુસાફરોને એની મેળે જ થઈ ગયેલી. સાહિત્ય પરિષદની વાત જાણીને પેલા સજ્જન અમારી બાજુમાં આવીને બેઠા. પરસ્પર પરિચય થયો. એ સજ્જન તે ઈશ્વર પેટલીકર છે તે જાણીને અમને આનંદ થયો. ત્યારે પેટલીકર ‘જનમટીપ’ નવલકથાના નવોદિત લેખક તરીકે કંઈક જાણીતા થયા હતા. ‘પ્રજાબંધુ'માં ત્યાર પછી એમની ‘મારી હૈયાસગડી' નામની બીજી એક નવલકથા છપાવી શરૂ થઈ હતી.
પેટલીકર સાથે આ રીતે પ્રથમ પરિચય થયો. અમે સાથે જૂનાગઢ પહોંચ્યા. સાથે એક રૂમમાં ઊતર્યા. પરિષદમાં હાજરી આપી. પાછાં ફરતાં અમે ત્રણેએ ગિરનાર જવાનું નક્કી કર્યું. પરિષદનો કાર્યક્રમ પૂરો થતાં બીજે દિવસે અમે ત્રણે ગિરનાર ઉપર ચઢ્યા, ત્યાં સાથે એક રૂમમાં રાત રોકાયા. જૂનાગઢથી પાછાં ફરતાં ગોંડલમાં એક દિવસ મકરન્દ્રભાઈ દવેને ત્યાં રોકાયા. વળતે દિવસે પાછાં ગાડીમાં બેઠા. પેટલીકર આણંદ સ્ટેશને ઊતર્યા. હું અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org