________________
૯૬
વંદનીય હૃદયસ્પર્શ નામની મારી પ્રસંગ શ્રેણી વાંચીને કહે, “અંગ્રેજી શબ્દો જે ગુજરાતી લિપિમાં લખાય છે, તેની જોડણી બરાબર નથી હોતી. જોડણીકોશમાં પણ કેટલીક જોડણી ખોટી આપેલી છે. તમે મને એની ઓફપ્રિટ્સ આપો એટલે હું સુધારી આપું.” મેં ઑફપ્રિટ્સની ફાઈલ આપી. એમણે એ તપાસી આપી હતી.
છેલ્લાં કેટલાંક વર્ષથી જૈન ધર્મના અભ્યાસ તરફ હું વળ્યો છું એથી તેઓ બહુ પ્રસન્ન થયા હતા. એક વખત કહે, “તમે જૈન ધર્મ વિશે લેખો તો લખો છો, પણ તેની તાત્ત્વિક છણાવટ થાય એવી એક નવલકથા ન લખી શકો? આ પ્રકારની આપણી સર્વોત્તમ નવલકથા “સરસ્વતીચંદ્ર' ગણાય. પણ હું એને હિંદુ’ નવલકથા કહું. એમાં મુસલમાન પાત્રો આવે છે. પણ લેખકે એમાં કોઈ જૈન પાત્ર-ગૃહસ્થ કે સાધુ-સાધ્વીનું મૂક્યું છે? લેખકે એમાં જૈન ધર્મ કે બૌદ્ધ ધર્મની દૃષ્ટિએ કંઈ છણાવટ કરી છે? એટલે અંશે “સરસ્વતીચંદ્ર' ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ ધરાવવામાં ઊણી ઊતરે.”
ભૃગુરાય વ્યાકરણ અને છંદના અઠંગ અભ્યાસી. ગુજરાતીના અધ્યાપકોમાં એનો અભ્યાસ ઘણો ઘટી ગયો છે તેનું એમને દુઃખ હતું. મને કહે, “તમે એમ.એ.ના અભ્યાસક્રમમાં એને મહત્ત્વનું સ્થાન આપો તો પરિસ્થિતિ કંઈક સુધરે.” એમની ભલામણથી એમ.એ.માં વ્યાકરણનો એક આખો પેપર દાખલ કરવા નક્કી કર્યું. એની રૂપરેખા તૈયાર કરી આપવાનું બૉર્ડ ભૃગુરાયને જ સોંપ્યું અને એટલા બધા ઉત્સાહથી ઘણાબધા ગ્રંથો જોઈ જઈ એમણે એ કામ પૂરું કરી આપ્યું.
એમની તબિયત સારી રહેતી હતી. ડાયાબિટિસ અને બ્લડપ્રેસર એમને હતાં, પણ સાચવતા ઘણું. એને વિશેનું પુષ્કળ સાહિત્ય વાંચી ગયા હતા. એકાદ મહિના પહેલાં યુનિવર્સિટીની એક મિટિંગમાં આવેલા ત્યારે એમના ચહેરા ઉપર તાજગી અને પ્રસન્નતા તરવરતાં હતાં. મારાં પત્નીએ એમને કહ્યું, “આટલી ઉંમરે પણ તમે યુવાન જેવા દેખાઓ છો. તમારો એકે વાળ હજુ સફેદ થયો નથી.” જવાબમાં એમણે કહ્યું, “એ બહુ ખોટું થયું છે. વાળ સફેદ નથી થયો એનો અર્થ એ કે હું હજુ અપરિપક્વ છું. હું અંદરથી હજુ ઘણો કાચો છું.” પુખ્તતાના પ્રખર હિમાયતી ભૃગુરાય અપરિપક્વતાને કેમ સહન કરી લે?
ભૃગુરાય જતાં એક મિત્ર જેવા મુરબ્બીની મને વસમી ખોટ પડી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org