________________
ભૃગુરાય અંજારિયા
૯૫ વધુ મોડો પહોંચ્યો હોઉં તો મારાં પત્નીનો પહેલો પ્રશ્ન હોય : “કેમ આટલું બધું મોડું થયું ? રસ્તામાં ભૃગુરાય અંજારિયા મળ્યા હતા કે પ્રવીણભાઈ મંગળદાસ ?” આ બંને વડીલ મિત્રો રસ્તામાં મળે એટલે અમારી સાહિત્યગોષ્ઠિ ચાલે. હું પ્રિન્સેસ સ્ટ્રીટમાં રહેતો હતો ત્યારે ૧૯૬૩માં એક દિવસ ઝેવિયર્સ કૉલેજમાંથી ઘરે જતો હતો. પાંચેક વાગ્યા હશે. ત્રિપાઠી પાસે ભૃગુરાય મળી ગયા, ઊભા રહ્યા. લગભગ બે કલાક વાતો ચાલી. મે કહ્યું, ઘરે પહોંચતાં તમને મોડું થશે, મારે ઘરે જમીને જાવ.” આવ્યા, જમ્યા નહિ. ફક્ત અડધો કપ ચા પીધી. ડાયાબિટિસને લીધે પરેજી ઘણી પાળે. વાતવાતમાં દસ વાગી ગયા. નીકળતાં પ્રશ્ન કર્યો, “તમારાં આ બંને બાળકોને કઈ સ્કૂલમાં દાખલ કરવાના છો ?” મેં કહ્યું, “એની જ ચિંતા છે. અમે હવે ચોપાટી તરફ રહેવા જવાનાં છીએ અને ન્યૂ એરા સ્કૂલમાં બંનેને દાખલ કરવાં છે, પણ ત્યાં તો એડમિશન જલદી મળે એમ લાગતું નથી.” એમણે કહ્યું, “તો અત્યારે જ ચાલો મારી સાથે પ્રિન્સિપાલ કાન્તિભાઈ વ્યાસને ત્યાં.” મોડું તો ઘણું થયું હતું, પણ આગ્રહપૂર્વક મને લઈ ગયા. બંને બાળકોના એડમિશનનું નક્કી કરાવી દીધું અને રાત્રે સાડા અગિયાર વાગે ગ્રાન્ટ રોડથી એમણે ગાડી પકડી.
ભુગુરાયનું જીવન સાદું અને સંયમી હતું. હાથે ધોયેલાં ખાદીનાં વસ્ત્ર તેઓ પહેરતા. ઈસ્ત્રી કરવાની પરવા નહિ. બહાર નીકળે તો હાથમાં ખાદીની થેલી હોય અને અંદર એકબે પુસ્તકો હોય. થેલી એક હાથે ખભે ચડાવી ધૂનમાં તેઓ ચાલ્યા જતા હોય. કોઈ વાર રાત્રે એમને ઘરે મળવા જાઉં તો પાયજામો પહેરી ઉઘાડા શરીરે પંખા નીચે આરામ-ખુરશીમાં બેઠાં બેઠાં વાંચતા હોય. હું જાઉં એટલે પહેરણ હાથમાં લે. હું કહું, “એવી ઔપચારિકતાની જરૂર નથી. પહેરશો તો તમને વધારે તાપ લાગશે.” કોઈ વાર પહેરણ પહેરવાનું માંડી વાળે અને કોઈ વાર કહે, “હાથમાં લીધું છે એટલે પહેરીશ, પણ તમે કહ્યું છે એટલે બટન નહિ બીડું.”
ભૃગુરાય છેલ્લા કેટલાક વખતથી મારા લેખનકાર્યમાં સતત રસ લેતા હતા. કંઈ નવું લખ્યું હોય તો તરત એમને બતાવતો. એના ઉપર એમની નજર ફરી જાય એટલે મારો આત્મવિશ્વાસ વધતો. તેમનાં સુચનો માર્મિક અને મૂલ્યવાન રહેતાં. “Buddhism' વિશેની મારી અંગ્રેજી પુસ્તિકા ચીવટપૂર્વક વાંચી જઈને તેમણે સરસ સૂચનો કર્યા હતાં. “પાસપૉર્ટની પાંખે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org