________________
૯૮
વંદનીય હૃદયસ્પર્શ મૂળરાજ મુંબઈ પાછા ફર્યા. હું તો એક સાહિત્યરસિક વિદ્યાર્થી હતો, પરંતુ પાંચ-છ દિવસના સહવાસને કારણે પેટલીકર સાથે મારે ગાઢ પરિચય થયો. એમની સાથે સાહિત્યિક દુનિયાની જાતજાતની વાતો થઈ. પ્રથમ પરિચયે જ પેટલીકરે ખુલાસો કરી દીધો કે પોતે બહુ ભણ્યા નથી. શાળામાં માસ્તર તરીકે કામ કર્યું છે. “પ્રજાબંધુ'ના તંત્રી ચુનીલાલ વર્ધમાન શાહના પ્રોત્સાહનથી પોતે નવલકથા લખતા થયા છે. પરંતુ “જનમટીપની રોયલ્ટીની રકમ વિચારતાં લાગે છે કે શિક્ષણની નોકરી છોડીને પોતે નવલકથાકાર થાય તો સરળતાથી પોતાનું ગુજરાન ચલાવી શકશે. એટલે શાળાની નોકરી છોડી દીધી છે. આ રીતે શિક્ષક તરીકે “ઈશ્વરભાઈ પટેલ'ના નામથી શાળામાં જાણીતા હતા, તેઓ હવે ઈશ્વર પેટલીકરના નામે વધુ જાણીતા થયા. પોતાની જ્ઞાતિમાં ઈશ્વરભાઈ પટેલ નામની ત્રણ-ચાર મોટી જાણીતી વ્યક્તિઓ હતી. એટલે એમનો યશ પોતાને લોકો ન આપે એટલા ખાતર પોતાના વતન પેટલીને યાદ કરી મરાઠી લોકોની જેમ “પેટલીકર' અટક એમણે રાખી હતી.
પેટલીકરની “મારી હૈયાસગડી' નામની નવલકથામાં પાદરા નામના ગામમાં બનતી ઘટનાનું વર્ણન છે. વડોદરાથી દસેક માઈલ દૂર આવેલું ગાયકવાડી ગામ પાદરા મારું વતન. વાર્તામાં પોતાના વતનની વાત આવે એટલે સૌને ગમે. રમણલાલ દેસાઈની બધી જ નવલકથાઓ વિદ્યાર્થી હતો ત્યારે મેં વાંચેલી. રમણલાલ દેસાઈ વડોદરાના અને સયાજીરાવ ગાયકવાડના સરકારી ખાતામાં ઉચ્ચ અધિકારી હતા. એટલે પાદરા ઘણી વાર તેઓ ગયા હશે. પરંતુ એમની કોઈ નવલકથામાં પાદરાનો નિર્દેશ નથી. (જોકે એમણે પાત્રોની જેમ ગામોનાં નામો પણ ઘણુંખરું કાલ્પનિક વાપરવાની શૈલી અપનાવેલી.) એટલે પેટલીકરની સત્યઘટનાત્મક નવલકથામાં પાદરાનો ઉલ્લેખ વાંચી મેં હર્ષ-જિજ્ઞાસાપૂર્વક એમને એ વિશે પૂછેલું. એમણે કહ્યું કે એ ઘટના બરાબર પાદરામાં જ બનેલી. વળી પોતે પાદરાની શાળામાં શિક્ષક તરીકે કામ કરેલું. પેટલીકરની પાદરાના અનુભવોની વાતો સાંભળી એમની સાથે પ્રથમ મિલને જ આત્મીયતા સધાયેલી. એમની સરળ મુખમુદ્રા, વાતચીતમાં અહંકારનો અભાવ, નિખાલસતા, તથા “ળ”ને બદલે “૨'કારવાળી ચરોતરી બોલીનો લહેકો – એ બધાંની સ્પષ્ટ છાપ પ્રથમ મિલને જ અંકિત થઈ ગઈ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org