________________
ઈશ્વર પેટલીકર
૯૯ સાહિત્ય પરિષદમાંથી પાછાં ફરતાં ગોંડલથી અમે રાતની ગાડી પકડી હતી. પ્રવાસનો થાક હતો. અમને ઊંઘ ચઢી હતી. પરંતુ પેટલીકર સામી પાટલી પર બેઠેલા ઉતારુ સાથે રસથી વાતો કરતા જતા હતા; પ્રશ્નો પૂછતા અને એકચિત્તે સાંભળતા. મધરાત થઈ એટલે અમે ઝોકાં ખાવા લાગ્યા, પરંતુ પેટલીકરે લગભગ આખી રાત એ ઉતારુ સાથે વાતો કર્યા કરી. ઉતારુ પણ થાક્યા વગર, બલ્બ ઊલટથી પોતાનાં સુખ-દુઃખની વાતો કરતો હતો. સવારે અમે પેટલીકરને કહ્યું, “તમે તો આખી રાત વાતો કર્યા કરી. આરામ નહોતો કરવો?” એમણે કહ્યું, “એ ઉતારુની વાતમાં મને એટલો બધો રસ પડ્યો કે એમાંથી મને એક નવલકથાનો પ્લોટ મળી ગયો છે.”
ત્યાર પછી કેટલેક વખતે પેટલીકરની “મધલાળ' નામની નવલકથા પ્રગટ થઈ. એમણે મને જણાવ્યું હતું કે જૂનાગઢના પ્રવાસ વખતે પેલા એક અજાણ્યા મુસાફરના અનુભવ પરથી લખાયેલી આ નવલકથા છે.
જનમટીપ', “મારી હૈયાસગડી' ઇત્યાદિ નવલકથાઓ દ્વારા સત્યઘટનાત્મક કથાસામગ્રી ઉપર મંડાયેલી નવલકથા લખવાની ફાવટ પેટલીકરને આવી ગઈ હતી. પછીથી તો કોઈ વખત પ્રવાસ કરવા ખાતર ટ્રેનમાં ત્રીજા વર્ગમાં તેઓ સફર કરતા, અને મુસાફરો પાસેથી જાતજાતના સ્વાનુભવના પ્રસંગોની વાતો જાણી લાવતા. એમની નવલકથાઓમાં આ રીતે કેટલાંય પાત્રો અને પ્રસંગો વાસ્તવિક જીવનમાંથી લેવાયાં અને આલેખાયાં છે. એમની કીર્તિદા બનેલી નવલિકા “લોહીની સગાઈ' પણ પોતાના કૌટુમ્બિક જીવનની સત્યઘટનાને આધારે લખાઈ છે. - ઈ. સ. ૧૯૪૮ થી ઈ. સ. ૧૯૫૫ સુધી મારે જ્યારે આણંદ જવાનું થતું ત્યારે પેટલીકરને અચૂક મળતો. ૧૯૫૫માં જ્યારે હું એમને મળ્યો હતો ત્યારે સતત લેખનકાર્યને કારણે તેમને જમણા હાથે writer's cramp – કંપવા થવા લાગ્યો હતો. એ હાથે સરખું લખાતું નહોતું. મેં કહ્યું, “તમારે તો લખવાનો વ્યવસાય અને તેમાં હાથે આ તકલીફ થઈ, હવે શું કરશો ?” એમણે કહ્યું, “મારી તો આજીવિકા આ નવલકથાના લેખનમાંથી ચાલે છે. બાર મહિને બેથી ત્રણ નવલકથાઓ મારે લખવી જ જોઈએ. એ માટે મેં ડાબા હાથે બારાખડી શીખી લીધી છે. ડાબા હાથે લખવાનું હું ચાલુ કરીશ.” મેં હસતાં હસતાં કહ્યું, “આમ પણ નવલકથા લખવી એ તમારે મન હવે ડાબા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org