________________
૬
વંદનીય હૃદયસ્પર્શ હતું. તે દિવસોમાં મારા સસરા સ્વ. દીપચંદભાઈ નાદુરસ્ત તબિયતના કારણે હરકિસનદાસ હૉસ્પિટલમાં હતા. દીપચંદભાઈ સાત વર્ષ સુધી યુવક સંઘના મંત્રી રહ્યા હતા. પરમાનંદભાઈના તે જૂના સાથીદાર. પરમાનંદભાઈ હોસ્પિટલમાં થોડે થોડે દિવસે એમની ખબર જોવા આવતા. એક દિવસ પરમાનંદભાઈએ કહ્યું, “દીપચંદભાઈ, પ્રબુદ્ધ જીવનને ૨૫ વર્ષ પૂરાં થયાં એની રજત જયંતીના કાર્યક્રમનું સરસ આયોજન આપણે કર્યું છે. આ પ્રસંગે બીજી પણ એક આનંદની વાત ચાલે છે. કેટલાક મિત્રો મારી પાસે આવ્યા હતા. તેઓએ એવો વિચાર વ્યક્ત કર્યો છે કે રૂપિયા પચીસ હજાર એકઠા કરવા અને “પ્રબુદ્ધ જીવન'ના તંત્રી તરીકે મેં જે કાર્ય કર્યું છે તેની કદરરૂપે એ થેલી મને અર્પણ કરવી. હું એ થેલી રાખીશ નહિ, પણ જૈન યુવક સંઘને અર્પણ કરી દઈશ. તમને આ વિચાર કેમ લાગે છે?”
દીપચંદભાઈએ કહ્યું, “પરમાનંદભાઈ ! મને આ વિચાર બરાબર લાગતો નથી. જૈન યુવક સંઘના ઇતિહાસમાં હોદ્દા પરની વ્યક્તિને સભ્યો થેલી અર્પણ કરે એવી ઘટના હજુ બની નથી. એક વખત જો એમ બનશે તો ખોટી અને ટીકાપાત્ર પરંપરા ચાલુ થશે.”
પરમાનંદભાઈએ કહ્યું, “આ થેલીની રકમ મારે પોતાને તો લેવાની છે જ નહિ. એ રકમ હું “સંઘને અર્પણ કરી દેવા ઇચ્છું છું. મિત્રોને એ માટે મેં સંમતિ પણ આપી દીધી છે. સમિતિના બીજા કેટલાક સભ્યોએ પણ એ માટે પોતાની અનુમતિ જણાવી છે. પરંતુ તમે પ્રામાણિકપણે તમારો જુદો વિચાર દર્શાવ્યો તેથી આનંદ થયો. મારે એ બાબતમાં ફરીથી વિચાર કરવો જ જોઈએ.”
દીપચંદભાઈએ કહ્યું, “તમે તો નિખાલસતાથી બધાને સાચી વાત કરી શકો તેમ છો. તમે થેલી ન લો એ તમારા અને સંસ્થાના હિતમાં છે એમ મને લાગે છે. પછી તો તમને બધાંને જેમ યોગ્ય લાગે તેમ કરો.”
બીજે દિવસે સાંજે પરમાનંદભાઈ હૉસ્પિટલમાં ફરી પાછા આવ્યા અને દીપચંદભાઈને કહ્યું : “ગઈ કાલની વાતનું મેં બહુ મનન કર્યું છે. મને એમ લાગ્યું છે કે તમારો અભિપ્રાય સાચો છે. મેં બધા મિત્રોને જણાવી દીધું છે કે હું કાંઈ સ્વીકારવાનો નથી માટે થેલીની વાત હવે પડતી મૂકી દેવી જોઈએ. જેમને રકમ આપવી હોય તે સીધી યુવક સંઘના રજત જયંતી ફંડમાં આપે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org