________________
ઉમાશંકર જોશી
૮૭
સમય તો હજુ હાથમાં હતો એટલે અમે પાછા ફર્યા અને કોટ તથા બૂટમોજાં લઈ લીધાં. ત્યારે ઉમાશંકરે કહેલું કે “હવે વૃદ્ધાવસ્થાના કારણે સ્મૃતિ ઉપર અસર થવા લાગી છે.” જોકે એમણે એમ કહ્યું હતું તો પણ એમની સ્મૃતિ તો જીવનના અંતિમ દિવસો સુધી એટલી જ સતેજ રહી હતી. ઉમાશંકર ઘણુંખરું પત્રોના જવાબ લખતા નહિ. પરંતુ પત્ર લખનાર બેત્રણ વર્ષે પણ કોઈ સભામાં કે બીજે ક્યાંય મળી જાય તો એ પત્રની વિગત એમને યાદ હોય. કેટલાં બધાં કુટુંબોનાં બધાં જ સભ્યોનાં નામ તેમને યાદ રહેતાં. એમની સ્મૃતિ માત્ર ગ્રંથો પૂરતી જ નહિ, વ્યક્તિ અને પ્રસંગો માટે પણ એટલી જ તાજી રહેતી.
એક વખત ઉમાશંકર અમારા ઘરે આવ્યા હતા ત્યારે એટલા પ્રસન્ન ન હતા. થોડી વાર વાતચીત થયા પછી મેં કહ્યું, “આ વખતે તમે બહુ પ્રસન્ન દેખાતા નથી.’’ ત્યારે એમણે કહ્યું, “સાચી વાત છે. મને સ્વાતિની ચિંતા છે, એ દિલ્હીમાં એકલી રહે છે. થોડા દિવસ પહેલાં એ ભણાવવા ગઈ હતી ત્યારે એના ઘરમાં ચોરી થઈ. એમાં એની કેટલીક સારી મનગમતી સાડીઓ પણ ચોરાઈ ગઈ છે. ચોરીની આ ઘટનાથી સ્વાતિ અસ્વસ્થ થઈ ગઈ છે. મારે અમદાવાદ જઈ તરત દિલ્હી જવું છે.’ મેં કહ્યું, “તમે હવે રાજ્યસભામાંથી નિવૃત્ત થયા એટલે તમારે દિલ્હી રહેવાનું ખાસ કારણ રહ્યું નહિ. નંદિની અમદાવાદમાં તમારી સાથે છે, તો સ્વાતિને પણ અમદાવાદ બોલાવી લો ને !’’ એમણે કહ્યું, “પણ એ માટે સ્વાતિને અમદાવાદમાં એને યોગ્ય નોકરી મળવી જોઈએ ને ?’’ મેં કહ્યું, “તમે ધારો તો સ્વાતિને અમદાવાદમાં કોઈ પણ સારી જગ્યાએ યોગ્ય નોકરી અપાવી શકો. તમારું કામ કરવા સૌ કોઈ રાજી હોય.” પરંતુ ઉમાશંકર નિરુત્તર રહ્યા. એમના મનના ભાવને હું સમજી શક્યો. પોતાના કામ માટે કોઈને કશું જ ન કહેવું એવી પોતાની પ્રકૃતિને તેઓ છોડવા ઇચ્છતા ન હતા. મેં કહ્યું, “અમે, કેટલાક મિત્રો આ બાબતમાં એ જવાબદારી ઉપાડી લઈએ ?'’ પરંતુ તે માટે પણ તેમણે બહુ ઉત્સાહ દર્શાવ્યો નહિ. આવો કોઈ આયાસ તેમને ગમે પણ નહિ. ખુમારીભર્યું જીવન તેઓ શા માટે છોડે ?
ઉમાશંકર પ્રામાણિકતા અને વ્યવહા૨શુદ્ધિના આગ્રહી હતા. મુંબઈ યુનિવર્સિટીમાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનો આપેલાં ત્યારે તે લેખિત સ્વરૂપે નહોતાં આપ્યાં એટલે એમણે પુરસ્કાર લેવાનો ઇન્કાર કરેલો. પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org