________________
હીરાબહેન પાઠક
૩૦૭
લગ્ન પછી હીરાબહેન અને પાઠકસાહેબ થોડો વખત અમદાવાદમાં રહી આવીને પછી મુંબઈમાં ગ્રાન્ટ રોડ પાસે એક ફ્લૅટમાં રહેવા લાગ્યાં હતાં. કેટલોક સમય તેઓ એ ઘરમાં રહ્યાં, પરંતુ પછી પાઠકસાહેબને હૃદયરોગની તકલીફ ચાલુ થઈ અને એ ઘરે દાદર વધારે ચઢવાના હોવાથી તેઓ બાબુલનાથ પાસે, ભારતીય વિદ્યાભવનની સામેની ગલીમાં નવા બંધાયેલા મકાનમાં પહેલા માળે રહેવા આવ્યા. આ નવું ઘર તેમના માટે બધી રીતે અનુકૂળ હતું અને બંનેના જીવનના અંત સુધી એ એમનું ઘર રહ્યું. આ નવા ઘરે પાઠકસાહેબે હીંચકો પણ બંધાવ્યો હતો. પુસ્તકો રાખવા માટે જગ્યા પણ ઘણી મોટી અને અનુકૂળ હતી. વળી પાઠકસાહેબ કનૈયાલાલ મુનશીએ સ્થાપેલા ભારતીય વિદ્યા ભવનમાં કામ કરતા, એટલે પગે ચાલીને ત્યાં ત્રણચાર મિનિટમાં પહોંચી શકતા. પાઠકસાહેબ મુંબઈની જેમ, અગ્રગણ્ય સાહિત્યકાર, પંડિત યુગના છેલ્લા પ્રતિનિધિ જેવા હતા. તેથી પાઠકસાહેબના ઘરે સાહિત્યકારોની અને સાહિત્યરસિક લોકોની અવરજવર ઘણી રહેતી.
હીરાબહેન પાઠકસાહેબનું ખાવા-પીવા માટે ઘણું ધ્યાન રાખતા. ખરીદી માટે ખાદીનાં પહેરણ, ધોતિયું, પાયજામો ને ટોપી ખરીદવા ખાદી ભંડારમાં સાથે જતાં. હીરાબહેને પાઠકસાહેબને મળવા આવતા મુલાકાતીઓ ઉપર નિયંત્રણ ચાલુ કરી દીધું હતું. એ દિવસોમાં ટેલિફોન નહોતા એટલે મળવા આવનારા તો અચાનક જ આવી ચડ્યા હોય. પાઠકસાહેબને દરેકની સાથે નિરાંતે શાંતિથી વાત કરવાની ટેવ અને ‘તમે હવે જાવ' એવા શબ્દો તો એમના મુખમાંથી નીકળે જ નહિ. પરિણામે એમના ઘરે જ્યારે જઈએ ત્યારે ત્રણચાર માણસો બેઠા જ હોય. કોઈને અંગત વાત કરવી હોય તો પણ ફાવે નહિ. મુલાકાતીઓની અવરજવર બહુ વધી ગઈ ત્યારે હીરાબહેને ઘરની બહાર મુલાકાતનો સમય લખીને બૉર્ડ મૂકી દીધું. સવારના પાઠકસાહેબ પોતાના સ્વાધ્યાય અને લેખનમાં પ્રવૃત્ત હોય, બપોરે જમીને આરામ કરે એટલે મુલાકાતનો સમય બપોરે ચારથી સાતનો જાહેર કરી દીધો. પછી ગમે તેવી વ્યક્તિ આગળપાછળ મળવા જાય તો હીરાબહેન મુલાકાતીઓને બારણામાંથી જ વળાવી દેતા. આમ કરવું એ એમના માટે જરૂરી હતું. તો જ પાઠકસાહેબ ‘બૃહદ્ પિંગળ’ જેવો ગ્રંથ પૂરો કરી શક્યા. હીરાબહેનની આ વધારે પડતી ચીવટને કારણે કેટલાક સાહિત્યકારોને માઠું લાગતું અને પોતાનો કચવાટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org