________________
વંદનીય હૃદયસ્પર્શ
પનાભાઈને પૂર્વના કોઈ અસાધારણ ક્ષયોપશમને કારણે અંદ૨નો ઉઘાડ ઘણો મોટો હતો. એને લીધે સ્વરૂપજ્ઞાન કે આત્મતત્ત્વ વિશે, ગુણસ્થાન વિશે કે પંચાસ્તિકાય કે ષદ્રવ્ય વિશે તેઓ બોલવાનું ચાલુ કરે ત્યારે પ્રવાહ વહેવા લાગે. એમનું સમ્યગ્દર્શન વિશુદ્ધ હતું. પદાર્થોને જુદા જુદા નયથી ઘટાવવામાં એમની મૌલિક શક્તિ દેખાઈ આવતી. ઊંડા સ્વરૂપચિંતન વગર આવું બને - નહિ.
૨૬૦
દ્રવ્યાનુયોગ વિશે વર્ષોથી ચિંતનમનન કરતા રહેવાને કારણે પનાભાઈને એક એક મુદ્દા વિશે વિસ્તારથી સમજાવવાનું રહેતું. પરિણામે સમય જતાં એમની સ્વાધ્યાયશૈલી એવી થઈ ગયેલી કે એક મુદ્દાની વાત કરતાં કરતાં બીજા-ત્રીજા મુદ્દા ઉપર ક્યાંના ક્યાં તેઓ નીકળી જતા. ગહન વિષયને સરળ ભાષામાં, ઘરગથ્થુ દૃષ્ટાંતો દ્વારા રસિક રીતે તર્કબદ્ધતાથી સમજાવવાની એમની પાસે વિશિષ્ટ શક્તિ હતી. પોતાનો વિષય ઘણો ગહન છે અને પોતાને જેટલી સ્પષ્ટતાથી સમજાય છે એટલું બીજા બધાંને કદાચ તરત ન સમજાય એ તેઓ જાણતા હતા. એથી જ જ્યારે તેઓ સ્વાધ્યાય કરાવતા હોય તે દરમિયાન જ્યાં જ્યાં કઠિન વાત આવે ત્યાં તેઓ બોલતા, ‘શું કીધું ? ફરીથી કહું છું.’ અથવા ફક્ત ‘ફરીથી’ એમ કહીને તેઓ વિચારને બરાબર સ્પષ્ટતાથી બીજી-ત્રીજી વાર રજૂ કરતા.
દ્રવ્યાનુયોગ (દ્રવ્ય, ગુણ, પર્યાય) એમનો વિષય હતો અને એમાં જ એમને રસ હતો. એટલે જૈન ઇતિહાસની, જૈન સાહિત્યની કે શિલ્પની વાત કરીએ તો તેઓ નિખાલસપણે કહેતા કે એમાં પોતાની એ વિશે અધિકૃત જાણકારી નથી. એનો અભ્યાસ કરવામાં પોતાને રસ ઓછો પડે છે કારણ કે એ વિષયો વૈકાલિક નથી.
ઈ. સ. ૧૯૮૨માં જૈન યુવક સંઘનું પ્રમુખપદ મારે સ્વીકારવાનું આવ્યું ત્યારે સંઘની વિવિધ પ્રવૃત્તિઓ ચાલુ કરવાનાં સૂચનોમાંનું એક સૂચન સંઘના ઉપક્રમે આધ્યાત્મિક વિષયના વર્ગો ચાલુ કરવાનું હતું. મારા મિત્ર શ્રી પ્રવીણભાઈ મંગળદાસે એ માટે પંડિત પનાભાઈનું નામ સૂચવ્યું, કારણ કે એમના જમાઈ શ્રી સૂર્યવદન ઝવેરી પનાભાઈના ઘરે ચાલતા સ્વાધ્યાય વર્ગમાં નિયમિત જતા હતા. એક દિવસ હું પનાભાઈને ઘેર પહોંચ્યો. મારો પરિચય આપ્યો અને ચોપાટીના ઉપાશ્રયે મળેલા એ જૂની સ્મૃતિ તાજી કરાવી. મારાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org