________________
પંડિત પનાલાલ જ. ગાંધી
૨૬૧
પત્ની તારાબહેન ધ્રાંગધ્રાના વતની છે અને ત્યાં સકળશા શેરીમાં એમનું પિયર છે એ જાણીને એમને આનંદ થયો. એમણે બહુ સરળતાથી અમારું નિમંત્રણ સ્વીકાર્યું અને સંઘના કાર્યાલયમાં આધ્યાત્મિક વિષયના સ્વાધ્યાય વર્ગો ચાલુ થયા. ત્રણેક મહિના દર ગુરુવારે બપોરે એમણે આ રીતે સેવા આપી હતી.
પનાભાઈ ગોળદેવળથી શ્રીપાળનગર રહેવા આવ્યા. ત્યાં તેઓ પોતાના ઘરે સવારે કે બપોરે નિયમિત નિઃશુલ્ક સ્વાધ્યાય ઘણાં વર્ષ સુધી કરાવતા રહ્યા હતા. મૂર્તિપૂજક અને સ્થાનકવાસી સાધુ-સાધ્વીઓ પણ એમના સ્વાધ્યાયમાં આવીને બેસતાં. કેટલાયની શંકાઓનું સમાધાન તરત તેઓ કરી આપતા. પોતાને કંઈક પૂછવું હોય તો તેઓ પનાભાઈ પાસે પહોંચી જતાં. હું પણ કોઈ કોઈ વખત એ રીતે જતો, પરંતુ વિશેષ તો રાત્રે નવ-દસ વાગે અઠવાડિયામાં એક-બે વખત જતો કે જ્યારે એમની સાથે નિરાંતે એકલા બેસી શકાય.
પનાભાઈ સાથે પછીથી એટલી આત્મીયતા થઈ હતી કે તેઓ અમારી સાથે જૈન સાહિત્ય સમારોહમાં પણ આવવા લાગ્યા હતા. પાલનપુર, પાલિતાણા, બોંતેર જિનાલય (કચ્છ), ચારૂપ વગેરે સ્થળે તેઓ આવ્યા હતા અને એમની જ્ઞાનગોષ્ઠીનો લાભ સૌને મળ્યો હતો. તેઓ કોઈ નિબંધ લખીને લાવતા નહિ, પરંતુ મૌખિક વ્યક્તવ્ય આપતા. એમના વક્તવ્ય માટે અમે ખાસ જુદી બેઠક રાખતા. ૧૯૮૬માં પાલનપુરમાં તેઓ વિભાગીય બેઠકના અધ્યક્ષ હતા. ચારૂપની બેઠકમાં પ. પૂ. શ્રી જંબુવિજયજી મહારાજે એમને સાંભળ્યા પછી પનાભાઈને ફરીથી સાંભળવા માટે પોતાની ઇચ્છા દર્શાવી હતી અને એ પ્રમાણે પાછળથી ફરીથી ચારૂપ જઈને એ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
પાલિતાણામાં એમના વક્તવ્ય વખતે સાધુ-સાધ્વીનો વિશાળ સમુદાય એમને સાંભળવા માટે એકત્ર થયો હતો. કચ્છમાં એમને માટે અલગ બેઠક રાખવામાં આવી હતી. ત્યાં પણ સાધુ-સાધ્વીઓએ એમને ફરીથી કચ્છમાં બોલાવવા માટે જાહેરમાં માગણી કરી હતી.
૫નાભાઈ ઘરમાં એકલા રહેતા, પણ આખો દિવસ સતત કોઈ ને કોઈ એમને મળવા આવ્યું હોય. આવે એટલે જ્ઞાનગોષ્ઠી ચાલુ થાય. વર્ષોના અનુભવને લીધે તત્ત્વજિજ્ઞાસુ માણસને પારખવાની એમનામાં શક્તિ હતી. માત્ર દલીલબાજી કરવા આવેલા માણસની ખબર પડે કે તરત તેઓ મૌન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org