________________
વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
૧૨૭
મુંબઈના દૈનિક ‘સાંજ વર્તમાન’માં ત્યારે હું પત્રકાર તરીકે જોડાયો હતો. એટલે ‘સાંજ વર્તમાન'ના પ્રતિનિધિ તરીકે મારે જૂનાગઢ જવાનું હતું. જૂનાગઢ સ્ટેશને બધા સાહિત્યકારો ઊતર્યા હતા, પરંતુ સ્ટેશનથી ઉતારે લઈ જવાની વ્યવસ્થા અસંતોષકારક હતી. સ્ટેશનની બહાર રસ્તા ઉપર બધા સામાન સાથે બેસી રહ્યા હતા. અમે બધા કચવાટ અનુભવતા હતા. ત્યાં કોઈકે ટકોર કરી કે અધિવેશનના વિભાગીય પ્રમુખ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પણ જો પોતાનો બિસ્ત્રો નાખીને તેના ઉપર તડકામાં બેસી રહ્યા હોય તો આપણી તો શી વાત ? ધોતિયું, ખમીસ, લાંબો ડગલો અને ફેંટો પહેરેલા વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને ત્યારે મેં પહેલી વાર જોયા હતા. એમનાં પત્ની અને માતુશ્રી પણ સાથે આવેલાં હતાં. આટલી અવ્યવસ્થા હોવા છતાં તેઓ સ્વસ્થ અને શાંત ચિત્તે બેઠા હતા.
મેં ત્યારે મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ.ની પરીક્ષા પસાર કરી હતી. ‘સાંજ વર્તમાન’ દૈનિકમાં પત્રકાર તરીકે નોકરી કરવા સાથે એમ.એ.નો અભ્યાસ કરતો હતો એટલે વિષ્ણુભાઈના વિવેચનલેખો તો અમારે અવશ્ય વાંચવા પડતા હતા. એ દિવસોમાં વિષ્ણુપ્રસાદ, વિજયરાય અને વિશ્વનાથ ભટ્ટ એ ત્રણ ‘વિ’–આદ્યાક્ષરવાળા વિવેચકોનું વિવેચન વાંચ્યા વગર બી.એ.ની પરીક્ષામાં પાસ થવાનું સ૨ળ નહોતું. આથી વિષ્ણુભાઈનો શબ્દદેહે પરિચય થયો હતો, પરંતુ પ્રત્યક્ષ પરિચય તો જૂનાગઢના રેલવેસ્ટેશન ઉપર પહેલી વાર થયો હતો.
વિષ્ણુભાઈનો જન્મ ચોથી જુલાઈ (અમેરિકાનો સ્વાતંત્ર્યદિન) ૧૮૯૯ના રોજ ઉમરેઠમાં થયો હતો. વિષ્ણુભાઈના પિતા રણછોડલાલ પ્રાણનાથ ત્રિવેદીએ મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હતો. એમના જમાનાની દૃષ્ટિએ એ ઘણો સારો અભ્યાસ ગણાય. એમણે સ૨કા૨ના મહેસૂલ ખાતામાં કારકુન તરીકે નોકરી લીધી હતી. સરકારી નોકરી તરીકે તેમની બોરસદ, ઠાસરા, કપડવંજ, નડિયાદ વગેરે સ્થળે બદલી થઈ હતી. એને લીધે વિષ્ણુભાઈએ પોતાની પ્રાથમિક અને માધ્યમિક કેળવણી તે તે ગામની શાળામાં લીધી હતી. એક જ સ્કૂલમાં સળંગ અભ્યાસ કરવાનું વિષ્ણુભાઈને મળ્યું ન હતું.
વિષ્ણુભાઈની માતાનું નામ જેઠીબાઈ હતું. વિષ્ણુભાઈમાં વાત્સલ્યનો ગુણ તેમની માતામાંથી આવ્યો હતો. જેઠીબાઈ કર્મકાંડી હરિપ્રસાદ ભટ્ટનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org