________________
૧૨૮
વંદનીય હૃદયસ્પર્શ
દીકરી હતાં. વિષ્ણુભાઈના માતામહ હરિપ્રસાદ અસાધારણ સ્વસ્થતા અને ધૈર્યવાળા હતા. એક વખતે એમને પગે સાપે ડંખ માર્યો ત્યારે પાસેના એક તાપણામાંથી અંગારો લાવીને એમણે પોતાના પગ ઉપર સાપે ડંખ મારેલી જગ્યાએ મૂકી દીધો અને ચામડી, માંસ બળવા દીધાં. એથી સાપનું ઝેર એમના શરીરમાં પ્રસર્યું નહિ અને તેઓ બચી ગયા હતા.
એ દિવસોમાં મરકી(પ્લેગ)નો રોગ દુનિયામાંથી નાબૂદ થયો ન હતો. ભારતમાં પણ વારંવાર મરકીનો ઉપદ્રવ થતો. વિષ્ણુભાઈ કિશોરાવસ્થામાં હતા ત્યારે ગુજરાતમાં મરકીનો ઉપદ્રવ થયો હતો. અને તેઓ પણ મરકીના રોગમાં પટકાઈ પડ્યા હતા. મરકીનો રોગ જીવલેણ ગણાતો. ટપોટપ મૃત્યુ થતાં. પરંતુ સદ્ભાગ્યે વિષ્ણુભાઈ એ રોગમાંથી બચી ગયા હતા. મૃત્યુના મુખમાંથી પાછા આવ્યા હતા. અણીચૂક્યા બાણું વર્ષ તેઓ જીવ્યા.
વિષ્ણુભાઈએ મેટ્રિકની પરીક્ષા નડિયાદમાંથી આપી હતી. પરીક્ષામાં સારા માર્ક્સ મળવાને લીધે તેમને ભાઉદાજી સ્કૉલરશિપ મળી હતી. આ સ્કૉલરશિપ મળી એટલે જ તેઓ કૉલેજનો અભ્યાસ કરી શક્યા. કૉલેજનો અભ્યાસ કરવા માટે તેઓ અમદાવાદ ગયા અને ગુજરાત કૉલેજમાં જોડાયા. તેઓ હૉસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા. એ દિવસોમાં પણ અમદાવાદમાં સાઇકલનો વપરાશ વધારે હતો. વિષ્ણુભાઈ સાઇકલ પર કૉલેજમાં જતા. વળી તેમણે એ દિવસોમાં જ ટેનિસ રમવાનો શોખ કેળવ્યો હતો. કૉલેજમાં ટેનિસના એક સારા ખેલાડી તરીકે તેમણે નામના પ્રાપ્ત કરી હતી. કૉલેજમાં બી.એ.માં તેમણે સંસ્કૃત અને અંગ્રેજીનો વિષય લીધો હતો. એથી તેમને પોતાના સંસ્કૃત વિષયના પ્રોફેસર આનંદશંકર ધ્રુવના ગાઢ પરિચયમાં આવવાની સારી તક સાંપડી હતી. અભ્યાસની સાથે સાથે આનંદશંકરના સંસ્કા૨નો વા૨સો પણ તેમને મળ્યો હતો. આથી વિષ્ણુભાઈને જ્યારે મળીએ ત્યારે પોતાના વિદ્યાગુરુ આનંદશંકરની વાત તેઓ ઉલ્લાસ અને આદરપૂર્વક કરતા. આનંદશંકરના ‘આપણો ધર્મ’, ‘કાવ્યતત્ત્વવિચાર’ વગેરે ગ્રંથો તેઓ હંમેશાં પોતાના ટેબલ ઉપર રાખતા અને જ્યારે જ્યારે અવકાશ મળે ત્યારે તેમાંથી યથેચ્છ વાંચન કરતા. બી.એ.ની પરીક્ષામાં વિષ્ણુભાઈ પ્રથમ વર્ગમાં આવ્યા હતા. એથી એમને કૉલેજમાં ‘દક્ષિણા ફેલોશિપ’ મળી હતી, એટલે એમ.એ.નો અભ્યાસ કરવામાં એમને સરળતા રહી હતી. એમ.એ.માં એમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org