________________
૪૬
અમારા પૂજ્ય શ્રી દોશીકાકા
ધોયેલાં સ્વચ્છ પણ ઇસ્ત્રી વગરનાં ખાદીનો ઝભ્ભો, બંડી અને પાયજામો પહેરેલા, ખભે ખાદીનો આછા લીલા રંગનો થેલો ભરાવેલા, ગામઠી ચંપલવાળા નીચું જોઈને ચાલતા સિત્તેર-એંસી વર્ષના કોઈ કાકા આણંદથી અમદાવાદની કે ગાંધીનગર જતી બસમાં ચડે અને જગ્યા હોય તો બેસે, નહિ તો દાંડો ઝાલીને ઊભા ઊભા પ્રવાસ કરે એમને તમે જુઓ તો સમજજો કે એ ચિખોદરાની આંખની હૉસ્પિટલવાળા ડૉ. રમણીકલાલ દોશી - દોશીકાકા છે. અમદાવાદ-ગાંધીનગરની બસમાં જ નહિ, બીજી કોઈ બસમાં પણ તમે એમને જોઈ શકો. ગુજરાતની બસોમાં સેંકડો વાર એમણે પ્રવાસ કર્યો હશે. ગાંધીજી અને રવિશંકર મહારાજ દાદાના પ્રભાવ નીચે આવેલા, અને લોકસેવાનો ભેખ ધારણ કરેલા ડૉ. દોશીકાકાને આજે ૮૯-૯૦ની ઉંમરે એ જ તરવરાટથી કામ કરતા તમે જોઈ શકો ! એમના પરિચયમાં આવો તો તમને એમની મહત્તાનો ખ્યાલ આવે. એ ચાલ્યા જતા હોય તો એમના પહેરવેશ પરથી કોઈ અજાણ્યા માણસને ખ્યાલ ન આવે કે આ ડૉક્ટર છે, આંખના મોટામાં મોટા ડૉક્ટર છે.
એક વખત કાકાને અમે પૂછ્યું કે ‘કાકા, તમારી પાસે સંસ્થાની પાંચ ગાડી છે, તો તમે સંસ્થાના કામ માટે અમદાવાદ કે ગાંધીનગર બસમાં કેમ જાવ છો ?’ કાકાએ કહ્યું, ‘જો મારે એકલાએ જવાનું હોય અને સમય હોય તો હું જીપ નથી વાપરતો. બીજા એક-બે વધારે હોય તો હું જીપમાં જાઉં છું. અમારી સંસ્થાની બધી જીપ આખો વખત કામ માટે ક્યાંથી ક્યાં જતી હોય છે. કોઈ વાર એક જ ડૉક્ટર હોય અને જીપ લઈ જાય છે. પરંતુ આ નિયમ તો મેં મારે માટે રાખ્યો છે. એથી સંસ્થાનું પેટ્રોલ બચે છે. જ્યાં સુધી મારાથી બસમાં જવાય છે ત્યાં સુધી બસમાં જાઉં છું. અમારી સંસ્થા શક્ય એટલી કરકસરથી અમે ચલાવીએ છીએ.’
કાકા ટ્રેનના પ્રવાસમાં સાદા બીજા વર્ગમાં બેસે છે. તેઓ કહે, ‘રિઝર્વેશન’ના પૈસા બચે એટલે સંસ્થાના પૈસા બચે. સાદા બીજા વર્ગમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org